રોહિતે મેસ્સીની યાદ અપાવી દીધી, વર્લ્ડ કપ ટ્રોફી સાથે વિતાવી રાત
સાઉથ આફ્રિકાને હરાવીને રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તો બસ અત્યારે આ વર્લ્ડ કપ જીતની જ ચર્ચા ચાલી રહી છે. રોહિત શર્માએ કહ્યું હતું કે, તેને ફાઈનલની આગળની રાતે પણ ઉંઘ નહોતી આવી, પણ વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા શાંતિની ઉંઘ મેળવી હતી, જે તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું હતું.
રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેના રૂમમાં સૂતેલો નજરે પડે છે અને બાજુમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી નજરે પડે છે. આ તસવીર સામે આવતા જ તેની તુલના આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સી સાથે થઈ રહી છે, જેણે FIFA વર્લ્ડ કપ જીત્યા બાદ સેમ ટુ સેમ આવી જ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા લિયોનલ મેસ્સીનો મોટો ફેન છે, જ્યારે તે ટ્રોફી લેવા ગયો ત્યારે પણ તેણે મેસ્સીની જેમ ટ્રોફીને ઉઠાવી હતી. રોહિત શર્માના ટ્રોફી રીસિવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેસ્સીના ફેન્સે પણ રોહિત શર્માના ભરપેટ વખાણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp