રોહિત શર્માએ જણાવ્યું પીચની માટી કેમ ખાધી અને ટ્રોફી લેવા સ્લો મોશનમાં કેમ ગયો

PC: x.com/narendramodi

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમે ગુરુવારે (4 જુલાઈએ) પહેલી વખત પોતાની ધરતી પર પગ રાખ્યો. આ ઐતિહાસિક જીતે દેશવાસીઓને પણ સેલિબ્રેશન મનાવવાનો અવસર આપ્યો. ચેમ્પિયન્સના સ્વગતમાં લાખો ફેન્સ એકત્ર થયા અને દિલ્હીથી લઈને મુંબઈ સુધી અદ્વભૂત, અતુલનીય અને અવિશ્વાસનિય નજારો જોવા મળ્યો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચેમ્પિયન ટીમ સાથે વાતચીત કરી.

આ વાતચીત દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્માને એ વાત પણ પૂછી લીધી, જે બધા દેશવાસીઓના મનમાં હતી. એ પળ જ્યારે આ ઐતિહાસિક જીત બાદ તેણે (રોહિત શર્માએ) પીચની પાટી ખાધી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા પહોંચ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે જમીન ભલે ગમે તે હોય અને માટી કોઈ પણ હોય, પરંતુ ક્રિકેટની જિંદગી પીચ પર જ હોય છે. તમે ક્રિકેટની જિંદગીનું ચુંબન કર્યું, એ કોઈ ભારતીય જ કરી શકે છે. આ પળો પાછળ તમારા મનને જાણવા માગું છું.

તેના પર જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, જ્યાં અમને એ જીત મળી, તેની એ પળ યાદ રાખવી હતી અને ચાખવી હતી કેમ કે અમે એ પીચ પર રમીને જીત્યા. અમે બધાએ એટલો ઇંતજાર કર્યો. અમારી બિલકુલ પાસે આવ્યો હતો વર્લ્ડ કપ, પરંતુ અમે હાંસલ ન કરી શક્યા. હવે જ્યારે એ વસ્તુને હાંસલ કરી તો એ પળમાં એ મારાથી થઈ ગયું.  ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને પૂછ્યું કે દરેક દેશવાસીએ માર્ક કર્યું છે અને મને તેમાં ઇમોશન્સ નજરે પડે છે, જ્યારે તમે ટ્રોફી લેવા જઇ રહ્યા હતા, એ જે નૃત્ય હોય છે. તેની પાછળ શું હતું?

આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, અમે બધા માટે એ એટલી મોટી ક્ષણ હતી અને અમે બધા આ વસ્તુને એટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મને આ છોકરીઓ બોલ્યા કે ટ્રોફી લેવા માત્ર એમ જ ચાલીને ન જતો. કંઈક અલગ કરવું હતું તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે એમ કરવા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આ આઇડિયા કોનો હતો ચહલનો હતો? તો રોહિત શર્માએ કહ્યું કે, બંનેનો જ, ચહલ અને કુલદીપ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp