ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે, ગિલે રોહિતને કરાવ્યો રનઆઉટ, પછી કરવા લાગ્યો દલિલ

PC: indiatvnews.com

અફઘાનિસ્તાન સામેની પહેલી T20 ઇન્ટરનેશનલમાં રોહિત શર્મા બદનસીબીથી રન આઉટ થઈ ગયો. શુભમન ગિલ સાથે કન્ફ્યૂઝનના ચક્કરમાં રોહિત શર્મા પોતાનું ખાતું પણ ન ખોલી શક્યો. ભારતીય ઇનિંગના બીજા બૉલ પર શૉટ મારતા જ રોહિત શર્માએ કોલ કર્યો અને દોડી પડ્યો, પરંતુ શુભમન ગિલ પોતાના પાર્ટનરને જોવાની જગ્યાએ બૉલને જોઈ રહ્યો હતો. એવામાં યુવા બેટ્સમેને પોતાના કેપ્ટનના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. રોહિત શર્મા સ્ટમ્પ કેમેરામાં કહેતો સંભળાઇ રહ્યો છે કે મારો કોલ હતો તું દોડ્યો કેમ નહીં. રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં ડગઆઉટ તરફ ફર્યો, T20 ઇન્ટરનેશનલમાં આ છઠ્ઠી વખત હતું, જ્યારે રોહિત શર્મા રન આઉટ થઈ ગયો.

159 રનના લક્ષ્યના જવાબમાં ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરવા આવ્યા. પહેલો બૉલ ખાલી ગયા બાદ ફજલહક ફારુકીના બીજા બૉલ પર તેણે મઈફ ઓફમાં ડ્રાઈવ લગાવ્યો અને દોડી પડ્યો. ફિલ્ડર ઈબ્રાહિમ જાદરાને ડાઈવ લગાવીને બૉલ રોક્યો. આ દરમિયાન રોહિત શર્મા રન લેવા દોડી પડ્યો અને બીજી તરફ આવી ગયો. પરંતુ ગિલ ફિલ્ડરને જ જોતો રહ્યો. બંને બેટ્સમેન એક તરફ આવી ગયા અને એ દરમિયાન થ્રો વિકેટકીપર રહમનુલ્લાહ ગુરબાજ પાસે ગયો, જ્યાં ગિલ્લીઓ ઉડાવતા રોહિતને રન આઉટ કર્યો.

આ પ્રકારે ભારતે કોઈ રન બનાવ્યા વિના પોતાની સૌથી મોટી વિકેટ ગુમાવી દીધી. આ નુકસાનની ભરપાઈ કરતા શુભમન ગિલે કેટલાક સારા શોટ્સ જરૂર લગાવ્યા, પરંતુ ઝડપથી રન બનાવવાના ચક્કરમાં ચોથી ઓવરમાં 12 બૉલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો. આ અગાઉ અફઘાનિસ્તાને ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. અનુભવી મોહમ્મદ નબી અને યુવા અજમતુલ્લાહ ઓમરજઈએ 43 બૉલમાં 68 રનની ભાગીદારી કરીને અફઘાનિસ્તાનને આ સ્કોર સુધી પહોંચાડી.

ભારતના પાવરપલેમાં દબદબા બાદ નબી (27 બૉલમાં 42 રન) અને ઓમરજઇ (22 બૉલમાં 29 રન)એ ચોથી વિકેટ માટે ભાગીદારી કરીને પોતાની ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ પટેલે ભારત માટે શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી. તો ભારતીય ટીમે 159 રનના લક્ષ્યનો પીછો કરતાં શિવમ દુબે (40 બૉલમાં નોટઆઉટ 60 રન) અને જીતેશ શર્મા 20 બૉલમાં 31 રનની મદદથી સીમિત 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp