IPL 2025માં ધોનીની ટીમ તરફથી રમશે રોહિત શર્મા? આ ખેલાડીના નિવેદનથી મચી સનસની

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન 22 માર્ચથી શરૂ થશે. IPL 2024માં રોહિત શર્મા પર બધાની નજરો હશે, જે આ વખત બેટ્સમેન તરીકે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે હિસ્સો લેશે. રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત IPL ટ્રોફી જીતાડી છે, પરંતુ આ સીઝનમાં તેને મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન્સીના દાયિત્વથી મુક્ત કરી દીધો છે. 36 વર્ષીય રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવ્યા બાદ ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી હતી.

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાએ અંતિમ 2 સીઝનમાં ગુજરાત ટાઈટન્સ (GT)ની કેપ્ટન્સી કરી હતી. IPL 2022માં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને પોતાની કેપ્ટન્સીમાં ટ્રોફી પણ અપાવી હતી. હવે રોહિત શર્માને લઈને ભારતીય ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ મોટું નિવેદન આપ્યું છે. અંબાતી રાયડુ ભારતીય કેપ્ટન રોહિત શર્માને નજીકના ભવિષ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમતો જોવા માગે છે.

અંબાતી રાયડુ માને છે કે રોહિત શર્મા 5-6 વર્ષ આરામથી IPL રમી શકે છે અને મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ લેવા પર તે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી પણ કરી શકે છે. IPL 2025 અગાઉ મેગા ઓક્શન થવાનું છે. એવામાં અંબાતી રાયડુની વાતોમાં થોડો દમ લાગી રહ્યો છે. અંબાતી રાયડુએ કહ્યું કે, હું નજીકના ભવિષ્યમાં રોહિત શર્માને ચેન્નાઈ માટે રમતો જોવા માગું છું. જો ધોની રિટાયર થાય છે તો તે ટીમની કેપ્ટન્સી પણ કરી શકે છે.

તે મુંબઈ ઈન્ડિયન્સ માટે લાંબા સમયથી રમી રહ્યો છે. એ ખૂબ સારું હશે, જો તે ચેન્નાઈ માટે રમે અને ત્યાં પણ જીતી શકે. ચેન્નાઈ સુપર કિંગ્સમાં તે કેપ્ટન્સી કરશે કે નહીં, એ તેના પર નિર્ભર રહેશે. રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકે છે. અંબાતી રાયડુ કહે છે કે, જો રોહિત શર્મા કેપ્ટન્સી કરવા માગશે તો તેના માટે આખી દુનિયા ખુલ્લી છે. તે જ્યાં ઈચ્છે ત્યાં સરળતાથી કેપ્ટન્સી કરી શકે છે. રોહિત પાસે એ કોલને લેવાનો અધિકાર હોવો જોઈએ.

આ તેનો નિર્ણય હશે કે તે નેતૃત્વ કરવા માગે છે કે નહીં. એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેન્નાઈના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2025માં રમે છે કે નહીં. ઘૂંટણની ઇજાથી બહાર આવ્યા બાદ ધોની IPL 2024માં ચેન્નાઈનું નેતૃત્વ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ધોનીએ IPL 2023 સમાપ્ત થયા બાદ ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીએ IPL 2023ની ટ્રોફી જીત્યા બાદ કહ્યું હતું કે તે ફેન્સને રિટર્ન ગિફ્ટ આપવા માગે છે અને IPL 2024માં ભાગ લેવા સખત મહેનત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp