શું રોહિત શર્મા T20 ફોર્મેટમાં કેપ્ટન નહીં રહેશે? મોટી અપડેટ આવી સામે

PC: indiatoday.com

ભારતના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માની હવે ટી20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રમવાની સંભાવના ઓછી જણાઇ રહી છે. વર્લ્ડ કપ શરૂ થવા પહેલા જ રોહિતે ટી20 ફોર્મેટમાં પોતાના ભવિષ્યને લઇ ચર્ચા કરી હતી. BCCIના સૂત્રોએ આ જાણકારી આપી છે. નવેમ્બર 2022માં ભારતના ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદથી રોહિતે ટી20 ફોર્મેટમાં એક પણ મેચ રમી નથી. ત્યારથી મોટેભાગે હાર્દિક પંડ્યા જ ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે.

BCCIના એક સીનિયર સૂત્રએ ગોપનીયતાની શરતે PTIને કહ્યું કે, આ નવી વાત નથી. રોહિતે પાછલા એક વર્ષથી એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. કારણ કે તેનું ધ્યાન વનડે વર્લ્ડ કપ પર હતું. તેણે આ વિષયે મુખ્ય સિલેક્ટર અજીત અગરકર સાથે પણ ચર્ચા કરી હતી. રોહિતે પોતે જ ટી20 ફોર્મેટથી અંતર રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સંપૂર્ણ રીતે રોહિતનો નિર્ણય છે.

રોહિત સિવાય ભારતની પાસે શુભમન ગિલ, યશસ્વી જેસવાલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ જેવા ઓપનર બેટ્સમેનોના વિકલ્પ છે. જેઓ IPLમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. જો યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન ન કરી શક્યા તો સિલેક્ટરો કે BCCI રોહિતને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા કહી શકે છે.

જણાવીએ કે, ભારતીય ક્રિકેટ ટીમે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 સુધી 7 ટેસ્ટ રમવાની છે. જેમાં ભારતીય કેપ્ટનનું ધ્યાન ટેસ્ટ પર રહેશે. તે ભારતને 2025માં વધુ એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચાડી શકે છે. 2019માં ભારત માટે ઈનિંગની શરૂઆત કર્યા પછીથી આ ફોર્મેટ માં રોહિતનું ફોર્મ જબરદસ્ત રહ્યું છે.

સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાં જસપ્રીત બુમરાહ, શમી અને સિરાજની સાથે બોલિંગ કરી શકે છે. ઈંગ્લેન્ડ સામે આવતા વર્ષની શરૂઆતમાં 5 અઠવાડિયામાં 5 ટેસ્ટ મેચ રમાશે. જેમાં આ બોલરોને રોટેટ કરવામાં આવશે. ઈજા બાદ રેડ બોલ ક્રિકેટના બુમરાહની વાપસીને લઇ સવાલ થઇ રહ્યા હતા. પણ સૂત્રો અનુસાર, બુમરાહ ટેસ્ટ રમવા માટે તૈયાર છે.

BCCI સૂત્રએ કહ્યું કે, બુમરાહ ફિટ છે અને પરિણામ સામે છે. તે ફિટનેસના શિખરે છે અને ટેસ્ટ રમવા ઉત્સુક છે. જો બધુ ઠીક રહ્યું તો બુમરાહ ટી20 વર્લ્ડ કપમાં નિશ્ચિતપણે રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp