વાનખેડેમાં રોહિતની ઇમોશનલ સ્પીચ, હાર્દિક પંડ્યાના છલકાયા આંસુ

PC: BCCI

T20 વર્લ્ડ કપ વિશ્વ વિજેતા બનીને ફરેલી ભારતીય ટીમનું મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં જે જોરદાર સ્વાગત થયું, તેની ભવ્યતા ભુલાવી નહીં શકાય. ખેલાડીઓ પર ફેન્સે ભરપૂર પ્રેમ લૂંટાવ્યો અને આ દરમિયાન જ્યારે કેપ્ટન રોહિત શર્માએ સ્પીચ આપી તો તેનાથી ઘણા ખેલાડી ભાવુક થઇ ગયા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની તો આંખો ભરાઇ આવી. તે પોતાના આંસુ છુપાવીને લૂછતો નજરે પડ્યો. ભારતની T20 વર્લ્ડ કપ 2024ની જીતના આ સેલિબ્રેશનમાં રોહિતે આ ટ્રોફીની જીતનો શ્રેય હાર્દિક પંડ્યાને આપ્યો.

રોહિત શર્માએ કહ્યું કે, પંડ્યાની શાંત રહેવાની ક્ષમતાએ ભારતને ડેવિડ મિલરને આઉટ કરવામાં મદદ કરી, જેને ટીમ દુનિયાના સૌથી ખતરનાક ખેલાડીઓમાંથી એક માને છે. રોહિત ફાઇનલ મેચની દરેક મોમેન્ટનો ઉલ્લેખ કરતો દેખાયો. તેની સાથે જ તેણે હાર્દિક અને સૂર્યાનો ખાસ ઉલ્લેખ કર્યો. રોહિતે વિનિંગ ટ્રોફી દેશવાસીઓના નામે કરતા કહ્યું કે, આ ટ્રોફી અમારા માટે નથી, પરંતુ બધા દેશવાસીઓ માટે છે. જ્યારે મિલરે હાર્દિકના બૉલ પર શૉટ માર્યો તો મને લાગ્યું કે તેજ હવાના કારણે સિક્સ જતો રહેશે, પરંતુ એ બધુ નસીબમાં લખ્યું હતું.

અંતમાં સૂર્યકુમાર યાદવનો કેચ અવિશ્વસનીય રહ્યો. મને આખી ટીમ પર ગર્વ છે. આ દરમિયાન તેણે જીતની ટ્રોફીનો હકદાર હાર્દિક પંડ્યાને પણ ગણાવ્યો. રોહિતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાતની પળને વિશેષ સન્માનીય બતાવી અને દેશવાસીઓનો આભાર માન્યો. રોહિતની સ્પીચ સાંભળીને હાર્દિકની આંખમાં આંસુ આવી ગયા કેમ કે વાનખેડે સ્ટેડિયમ આવવા દરમિયાન જ હાર્દિક ભાવુક હતો. IPL 2024 સીઝન દરમિયાન મુંબઇની આ ભીડે હાર્દિક પંડ્યા સાથે ધક્કા-મુક્કી અને દુર્વ્યવહાર કર્યો હતો.

IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરનાર પંડ્યાએ ટીમ છોડી દીધી હતી અને ટૂર્નામેન્ટની 2022 અને 2023 સીઝનમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી કરવા જતો રહ્યો હતો. આ ઓલરાઉન્ડર ખૂબ વિવાદો વચ્ચે 2024માં મુંબઇમાં ફર્યો, જેથી ફેન્સ વહેચાયેલા હતા. જ્યારે ભારતે છેલ્લી ઓવરમાં 16 રન બચાવવાના હતા તો હાર્દિકને છેલ્લી ઓવર ફેંકવાની જવાબદારી મળી હતી. પોતાની આ જવાબદારીને નિભાવ્યા બાદ હાર્દિક જે પ્રકારે રડ્યો તેનાથી ખબર પડી કે જીત તેના માટે શું મહત્ત્વ રાખે છે. તેણે ચેમ્પિયનની જેમ બોલિંગ કરતા ભારતને 7 રનથી જીત અપાવી દીધી.

હાર્દિકે મેચની 17મી ઓવરમાં હેનરિક ક્લાસેનની વિકેટ લઇને ભારતીય ટીમ માટે ફરી એક વખત જીતની આશા વધારી દીધી. એ સમયે દક્ષિણ આફ્રિકા જીત તરફ વધી રહી હતી અને તેને 24 બૉલમાં માત્ર 26 રનની જરૂરિયાત હતી. ક્લાસેનની વિકેટ બાદ ભારતીય બોલરોએ જે પ્રકારે રમત રમી તેણે T20 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં સૌથી નાટકીય અંદાજમાં ઇનિંગ બદલવાની પટકથા લખી. આ બદલાવ છેલ્લી ઓવર્સમાં એટલી તેજીથી થયા કે તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે, પરંતુ સમય સમય પર તેની ચર્ચા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp