ક્લાસેને 1 ઓવરમાં 24 રન ફટકારી દેતા અક્ષરને શું કહેલું રોહિતે?બાપુએ કર્યો ખુલાસો
ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રોહિત શર્મા સાથે વાતચીતનો ખુલાસો કર્યો છે. આ વાતચીતનો ખુલાસો કર્યો છે. આ વાતચીત ત્યારે થઈ હતી, જ્યારે હેનરિક ક્લાસેને અક્ષર પટેલની એક ઓવરમાં 24 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, રોહિત શર્માએ કહ્યું કે, અત્યારે મેચ પૂરી થઈ નથી. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકન ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકન ઓપનર ક્વિન્ટન ડી કોક અને હેનરિક ક્લાસેન જ્યાં સુધી પીચ પર હતા, ત્યાં સુધી મેચ દક્ષિણ આફ્રિકાના પક્ષમાં હતી. એક સમયે દક્ષિણ આફ્રિકાને 30 બૉલ પર 30 રનની જરૂરિયાત હતી અને પીચ પર હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ઉપસ્થિત હતા. એક સમયે હેનરિક ક્લાસેને સ્પિનર અક્ષર પટેલની એક ઓવરમાં 24 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓ સાથે સાથે ફેન્સને પણ લાગ્યું કે ભારતીય ટીમ મેચ હારી જશે. એ સમયે મેદાન પર ઉપસ્થિત કેપ્ટન રોહિત શર્માએ ખભા ઝુકાવ્યા નહોતા.
રોહિત અક્ષર પટેલ પાસે ગયો અને બોલ્યો કે હજુ મેચ પૂરી થઈ નથી. એ વાતનો અક્ષર પટેલે અત્યારે ખુલાસો કર્યો છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા અક્ષર પટેલે કહ્યું કે, હા પહેલી 5 સેકન્ડ મને લાગ્યું કે મેચ સમાપ્ત થઈ ગઈ છે. હું નિરાશ હતો, પરંતુ મને એવો ભરોસો હતો કે અમે તેને પલટી શકીએ છીએ. રોહિત ભાઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે, મેચ હજુ પૂરી થઈ નથી.
તેણે કહ્યું કે, બાઈલેટરલ સીરિઝમાં જ્યારે તમારા પર એટેક થાય છે તો તમે તરત જ પોતાના ખભા ઝુકાવી લો છો અને તમને જોઈને ખબર પડે છે કે તમે હાર માની લીધી છે. પરંતુ એ મેચમાં અમારામાંથી કોઈ પણ હાર માનવા તૈયાર નહોતું. તેણે કહ્યું કે, અમે તેને 20મી ઓવરના છેલ્લા બૉલ સુધી લઈ જવા માગતા હતા. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલે ફાઇનલ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 31 બૉલનો સામનો કરતા 47 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જો કે, તે દુર્ભાગ્યપૂર્ણ રીતે રન આઉટ થયો હતો. બોલિંગમાં પણ અક્ષર પટેલે 4 ઓવરમાં 49 રન આપીને એક મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp