પહેલી ટેસ્ટ બાદ પંતે કર્યો ખુલાસો, રોહિતે ​​કલાકનો સમય આપ્યો, તમે તમારું જોઈ લો

PC: news18.com

ભારતીય ટીમના વિકેટકીપર રિષભ પંતે ચેન્નાઈ ટેસ્ટ માટે ભારતીય કેપ્ટન રોહિત શર્માની યોજનાનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ત્રીજા દિવસે લંચ ટાઈમ પર જ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, તે 1 કલાકમાં ઈનિંગ્સ ડિકલેર કરશે. જે જેટલો સ્કોર કરવા માંગે છે તેટલા રન બનાવી શકે છે.

ભારતે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ ચાર દિવસમાં જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંતે કાર અકસ્માતમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા પછી અને લગભગ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહીને મેદાનમાં પાછો ફર્યો હતો. આ સ્ટાર ક્રિકેટરે વિસ્ફોટક સદી રમીને પોતાનું ટેસ્ટ પુનરાગમન યાદગાર બનાવ્યું હતું. ભારતે બાંગ્લાદેશ સામે 4 વિકેટે 287 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. રિષભ પંતે આ પાછળની કહાની જણાવી હાતી, જે રોહિત શર્માએ તેને લંચ દરમિયાન જ કહી હતી. તમે કરી શકો તેટલા રન બનાવો. હું ઇનિંગ્સ જાહેર કરી દઈશ.

ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ભારતે 280 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. મેચમાં ટોસ હાર્યા પછી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા અને ત્યારપછી બાંગ્લાદેશને માત્ર 149 રનમાં જ આઉટ કરી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ ફોલોઓન કરવાને બદલે બીજી ઇનિંગમાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ ઇનિંગમાં શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. ભારતે 4 વિકેટે 287 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને 515 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.

બાંગ્લાદેશ વિરૂદ્ધ ચેન્નાઈ ટેસ્ટ જીત્યા પછી રિષભ પંતે કેપ્ટન રોહિત શર્માની યોજનાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, તે પોતાની સદી વહેલી તકે પૂરી કરવા માંગે છે, કારણ કે કેપ્ટને તેને લંચ સમયે કહ્યું હતું કે, તે 1 કલાકમાં ઇનિંગ્સ ડિકલેર કરવાનું વિચારી રહ્યો છે. પંતે કહ્યું કે, જ્યારે અમે લંચ માટે ગયા હતા ત્યારે દાવ જાહેર કરવાની વાત થઈ રહી હતી. રોહિત ભાઈએ કહ્યું હતું કે, આપણે વધુ 1 કલાક રમીશું. તમે તમારે કેટલા રન બનાવવા છે તે જોઈ લો. મારા મગજમાં આ વિચાર આવ્યો કે, જો હું થોડું ઉતાવળે રમીશ તો કદાચ 150 રનનો સ્કોર બનાવી શકીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp