શું રોહિત T20 વર્લ્ડ કપમાં કોહલીને ઈચ્છે છે, પૂર્વ ક્રિકેટરનો દાવો શું કહે છે

PC: india.com

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની T-20 કારકિર્દીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચરમસીમાએ છે. મીડિયા સૂત્રોના એક રિપોર્ટ અનુસાર, BCCI ઈચ્છે છે કે, વિરાટની જગ્યાએ યુવા ખેલાડીઓને તક મળે. આ અહેવાલ પછી ક્રિકેટ ચાહકો ખૂબ જ ચિંતિત છે કે, કિંગ કોહલી T20 વર્લ્ડ કપ 2024 રમશે કે નહીં?

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ભારતના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. ભારતને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચાડવામાં વિરાટ કોહલીની મોટી ભૂમિકા હતી. પરંતુ થોડા દિવસો પહેલા વિરાટ વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો કે, વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન નહીં મળે. રોહિત શર્માએ કહ્યું છે કે, અમને કોઈપણ કિંમતે વિરાટ કોહલી જોઈએ છે.

 

ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે તેના એક્સ એકાઉન્ટમાંથી ટ્વીટ કર્યું, 'જય શાહ… તે પસંદગીકાર નથી. શા માટે તેઓ અજીત અગરકરને જવાબદારી સોંપે કે, તેઓ અન્ય પસંદગીકારો સાથે વાત કરે અને તેમને સમજાવે કે, વિરાટ કોહલીને T20 ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. આ માટે 15 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો સૂત્રોનું માનીએ તો, અજીત અગરકર પોતાને કે અન્ય પસંદગીકારોને મનાવી શક્યા નથી. જય શાહે રોહિત શર્માને પણ પૂછ્યું, પરંતુ રોહિતે કહ્યું કે, અમે કોઈપણ કિંમતે વિરાટ કોહલીને ઈચ્છીએ છીએ. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે અને તેની સત્તાવાર જાહેરાત ટીમ સિલેક્શન પહેલા કરવામાં આવશે. મૂર્ખ લોકોએ પસંદગી પ્રક્રિયામાં પોતાને સામેલ ન કરવો જોઈએ.'

 

એક રિપોર્ટ અનુસાર, વિરાટને સમજવાની જવાબદારી ચીફ સિલેક્ટર અજીત અગરકરને આપવામાં આવી હતી. BCCI ઈચ્છે છે કે, અગરકર કોહલીને વિશ્વ કપ માટે યુવા ખેલાડીઓ માટે જગ્યા બનાવવા માટે રાજી કરે.

ભૂતપૂર્વ ક્રિકેટર S. શ્રીકાંતે કહ્યું, 'એમાં કોઈ પ્રશ્ન જ નથી કે, તમારે વિરાટ કોહલી વિના T20 વર્લ્ડ કપમાં ભાગ લેવો જોઈએ. તે એવો ખેલાડી હતો જેણે 2022 T20 વર્લ્ડ કપમાં ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું હતું. તે મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. આ કોણ કહે છે? આવી અફવા ફેલાવનારાઓને બીજું કોઈ કામ છે કે નહીં. જો ભારતે T20 વર્લ્ડ કપ જીતવો હશે તો વિરાટ કોહલી વગર આ કામ આસાન નહીં હોય.'

 

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 117 T20 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 2922 રન થયા છે. T20 ઈન્ટરનેશનલમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ 138 છે. જ્યારે, સરેરાશ 51ની આસપાસ રહે છે. વિરાટે અફઘાનિસ્તાન વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલમાં પોતાની એકમાત્ર સદી ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp