સૂર્યાની કેપ્ટન્સીવાળી ટીમમાં આ 2 ખેલાડી ન દેખાતા ફેન્સ સિલેક્ટર પર ભડક્યા

PC: livemint.com

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની વન-ડે અને T20 ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને T20 ઇન્ટરનેશનલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે આ ટીમમાં રિયાન પરાગ અને ખલીલ અહમદને જગ્યા આપવામાં આવી છે. તો ઝીમ્બાબ્વે વિરુદ્ધ શાનદાર બેટિંગ કરનાર ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. જેને જોઇને ફેસમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શુભમાં ગિલને આ ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે યશસ્વી જાયસ્વાલ, રીન્કુ સિંહ, શિવમ દુબે, વૉશિંગટન સુંદર અને રવિ બિશ્નોઇને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે, પરંતુ અભિષેક અને ઋતુરાજને ડ્રોપ કરીને સિલેક્ટર્સે ફેન્સને ચોંકાવી દીધા છે.

અભિષેક શર્માએ ઝીમ્બાબ્વે વિરુદ્ધ સીરિઝમાં 4 ઇનિંગમાં કુલ 124 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 174.64ની રહી હતી. આ સીરિઝમાં અભિષેકે 47 બૉલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે તેને બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તો ઋતુરાજ ગાયકવાડે પણ આ ઇનિંગમાં 66.50ની એવરેજથી 133 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 158.33ની રહી હતી. બંને ખેલાડીઓના નામ ટીમમાં ન જોઇને ફેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નારાજગી વ્યક્ત કરી છે.

એક યુઝરે લખ્યું કે, ‘જો તમારે ભારતીય ટીમમાં રમવું હોય તો સારી PR એજન્સીને હાયર કરવી પડશે. અન્ય એક યુઝરે લખ્યું કે, ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને સિલેક્ટ કરવામાં આવ્યા નથી, પરંતુ રિયાન પરાગને બંને ફોર્મેટમાં જગ્યા મળી છે. એમ લાગી રહ્યું છે કે હું બીજી દુનિયામાં છું. એક યુઝરે ઋતુરાજની તસવીર શેર કરીને લખ્યું કે, ‘ખૂબ પરેશાની થાય છે જ્યારે તમે યોગ્ય હોવ અને લોકો તમારી યોગ્યતા ન ઓળખે.

એક યુઝરે લખ્યું કે, ‘અમને એ જોઇને આશ્ચર્ય થાય છે કે શુભમન ગિલે એવું શું કર્યું છે કે તેને અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડથી આગળ આ ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. પંત અને સંજુથી આગળ ઉપકેપ્ટન બનવાની તો દૂરની વાત છે. એ પૂરી રીતે પક્ષપાત છે, પરંતુ એમ જ થવાનું હતું. એક યુઝરે લખ્યું કે, ‘ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને T20 ટીમાં જગ્યા મળી નથી, પરંતુ રિયાન પરાગને સિલેક્ટ કરી લેવામાં આવ્યો. હું એકદમ નિઃશબ્દ છું.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp