રિયાન પરાગ અભિમાની હતો, આજે પણ છે, પરંતુ...રિયાન પર ઓસ્ટ્રેલિયન ખેલાડીનું નિવેદન

PC: cricinformer.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં એકમાત્ર અપરાજિત ટીમ રાજસ્થાન રોયલ્સ માટે, જોસ બટલર, સંજુ સેમસન, R અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું છે. જો કે અહીં એક એવું નામ છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. તે છે રિયાન પરાગ. ઓલરાઉન્ડર આ સિઝનમાં વધુ પરિપક્વ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે, જે ટીમ માટે એક મેચ-વિનર બની ગયો છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર બ્રાડ હોગે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ માટે રોયલ્સની તૈયારી અંગે રિયાન પરાગના વખાણ કર્યા હતા. જોકે, તેણે એમ પણ કહ્યું કે, રિયાન પરાગને અહંકાર છે. એક પોડકાસ્ટમાં, હોગે જણાવ્યું હતું કે, કેવી રીતે પરાગ તેની ઊર્જાને ચેનલાઇઝ કરવાનું અને આ વર્ષે તેના પોતાના કરતાં ટીમના લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખ્યા છે.

તેણે કહ્યું, મને લાગે છે કે, રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટની સૌથી સંતુલિત ટીમ છે. મને ગમે છે કે તેઓએ તેમની આખી લાઇનઅપ કેવી રીતે સેટ કરી છે. જો સંદીપ શર્મા પણ સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય છે, તો તે છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે તેમની સાથે જોડાઈ શકે છે. તેણે આગળ કહ્યું, જ્યારે હું યુવાન રિયાન પરાગને જોઉં છું ત્યારે મને ખરેખર સારું લાગે છે. તે IPLના ઈતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. મને તેની એનર્જી ગમે છે અને તે જે રીતે ફિલ્ડ કરે છે તે મને ગમે છે. મને લાગે છે કે તે આ વર્ષે ખરેખર પરિપક્વ બની ગયો છે.

રેયાન પરાગના અહંકાર વિશે વાત કરતાં હોગે કહ્યું, ગયા વર્ષે મને લાગે છે કે, તેને થોડો અહંકાર હતો. હું આ તેનું અપમાન કરવા માટે નથી કહેતો, પરંતુ મને લાગે છે કે ગયા વર્ષે તેને થોડો અહંકાર હતો. અહંકાર હજુ પણ છે, પણ તે નિયંત્રણમાં છે. તે પોતાની જાતમાં વિશ્વાસ રાખે છે અને હવે તે ટીમમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવાને બદલે ટીમ માટે શું કરી શકે તેની વધુ ચિંતા કરે છે. પરાગે 2019માં રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. આ સિઝનમાં તેણે 4 મેચમાં 158.12ના સ્ટ્રાઈક રેટ સાથે 92.50ની એવરેજથી 185 રન બનાવ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીનું બેટ શાંત રહ્યું હતું. IPL 2023માં 7 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે રિયાન પરાગે 13ની એવરેજ અને 118.18ની સ્ટ્રાઇક રેટથી માત્ર 78 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp