નરેન્દ્ર મોદી, ધોની, શાહરૂખના નામે ભારતીય ટીમના હેડ કોચ માટે અરજી, 3400 નકલી

PC: BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ભારતીય ટીમના હેડ પદ માટે લગભગ 3400 નકલી અરજી મળી છે, તેમાં ઘણા મુખ્ય હસ્તીઓના નામ પણ સામેલ છે. ભારતીય હેડ કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે હતી. તપાસમાં BCCIને ખબર પડી કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિરેન્દર સેહવાગ, શાહરુખ ખાન, સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંહ ધોની સિવાય અન્યના નામથી અરજીઓ મળી છે, જેને BCCIએ નકલી બતાવી છે.

BCCIએ પુરુષ ટીમને હેડ કોચ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. BCCI માટે અરજી કરવાની કોઈ નવી વાત નથી. ગત વખત પણ બોર્ડને ઘણી નકલી અરજીઓ મળી હતી. BCCIએ ભારતીય ટીમના હેડ કોચ પદ માટે એક ગૂગલ ડોક્યૂમેન્ટ ફોર્મ ઓનલાઇન જાહેર કર્યું હતું. એ હેઠળ આ અરજી આવી છે. એવામાં ઘણા લોકોએ અરજી કરી દીધી.

BCCIના અધિકારીએ કહ્યું કે, અરજી પ્રક્રિયા પબ્લિક ડોમેનમાં છે. એવામાં ઘણા લોકોએ સરળતાથી BCCIની વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મ ભરી નાખ્યું. આગામી સમયમાં એવી વસ્તુઓને ઓછી કરવા બાબતે વિચારી શકે છે. આપણે અરજી આમંત્રિત કરવાની કેટલીક નવી પ્રોસેસ લાવી શકીએ છે. જેનાથી નકલી અરજીઓ પર રોક લાગશે. ભારતીય ટીમના જે પણ હેડ કોચ બનશે, તેમનો કાર્યકાળ સાઢા 3 વર્ષનો હશે, જે 1 જુલાઇ 2024થી 31 ડિસેમ્બર 2027 સુધી રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના જે પણ હેડ કોચ હશે, તેની સાથે 14-16 સભ્યોનો સપોર્ટ સ્ટાફ પણ હશે.

શું છે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાની શરતો:

ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ કે 50 વન-ડે મેચ રમી હોય કે પછી ફૂલ મેમ્બર ટેસ્ટ પ્લેઇંગ નેશનના હેડ કોચ આછામાં ઓછા 2 વર્ષની અવધિ માટે રહ્યા હોય.

કે કોઈ એસોસિએટ સભ્ય/IPL ટીમના કે સમકક્ષ ઇન્ટરનેશનલ લીગ/ફર્સ્ટ ક્લાસ ટીમ/ નેશનલ A ટીમના હેડ કોચ આછામાં ઓછા 3 વર્ષની અવધિ માટે રહ્યા હોય.

કે BCCI લેવલ 3 સર્ટિફિકેશન સમકક્ષ હોવા જોઈએ અને ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp