બે જીત બાદ સચિને રોહિત-બૂમરાહને પાકિસ્તાન મેચ પહેલા આ સલાહ આપી

PC: livemint.com

ભારતીય ટીમે વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ અને પછી અફઘાનિસ્તાનની ટીમને હરાવી દીધી. બે મેચમાં બે જીત સાથે ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે. ભારતીય ટીમે હવે પોતાની આગામી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની છે. બધા ફેન્સ અમદાવાદમાં રમાનારી આ મેચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ મહત્ત્વપૂર્ણ અને હાઇવોલ્ટેજ મેચ અગાઉ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે ટ્વીટ કરીને પોતાની વાત રાખી છે.

સાથે સાથે જ તેમણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને લઈને મોટી વાત કહી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચમાં જસપ્રીત બુમારહે 4 વિકેટ લીધી હતી, તો રોહિત શર્માએ 131 રનોની વિસ્ફોટક ઇનિંગના દમ પર ભારતીય ટીમે 35 ઓવરમાં જ 273 રનોનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સચિન તેંદુલકર જસપ્રીત બૂમરાહ અને રોહિત શર્માથી ખૂબ પ્રભાવિત નજરે પડ્યા. તેમને લાગે છે કે આ પ્રદર્શન દેખાડે છે કે ભારત, પાકિસ્તાનનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

સચિન તેંદુલકરે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહની તસવીરો શેર કરતા લખ્યું કે, ‘બે શાનદાર પરફોર્મન્સ રોહિત અને બૂમરાહ તરફથી. તેમને બેટિંગ અને બોલિંગ યુનિટમાં શાનદાર સાથ મળ્યો. બે મેચમાં આપણે બે ખેલાડીઓને એકદમ અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવતા જોયા. 14 ઓક્ટોબર માટે તૈયારીઓ શાનદાર લાગી રહી છે. અમને ઇંતજાર છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર રોહિતે ભારતની 8 વિકેટે જીત બાદ કહ્યું કે, આ બેટિંગ માટે સારી પીચ હતી. પોતાની સ્વાભાવિક રમત રમવા માટે હું પોતાનું સમર્થન કરી રહ્યો હતો. હું જાણતો હતો કે એક વખત જ્યારે હું પોતાની નજરો જમાવી લઇશ તો વિકેટ બેટિંગ માટે સરળ થઈ જશે.

અફઘાનિસ્તાન જો મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ 80 રન શાહિદીએ બનાવ્યા જ્યારે અઝમતુલ્લાહે 62 રનની ઇનિંગ રમી. જ્યારે 273 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 35 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ ભારતીય ટીમની વર્લ્ડ કપ 2023માં સતત બીજી જીત છે. ભારતને આ મેચમાં શાનદાર શરૂઆત મળી. ભારત તરફથી સૌથી વધુ રન 131 રોહિત શર્માએ બનાવ્યા જ્યારે કોહલીએ 55 રનની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp