સચિને રસ્તા પર ક્રિકેટ રમી રહેલા મજૂરોને પૂછ્યું મને 2 બોલ રમવા મળશે, જુઓ VIDEO

PC: Khabarchhe.com

IPL ચાલી રહી છે અને તેવામાં બધા ખિલાડીઓ ચેમ્પિયન બનવાની જંગમાં એકબીજાને હરાવવા માટે તૈયાર છે. તેની વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને ક્રિકેટ ફેન્સે ઘણો પસંદ કર્યો છે. ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિન તેંદુલકરને મુંબઈની ગલીઓમાં ક્રિકેટ રમતો જોવા મળ્યો છે. મેટ્રો કન્સ્ટ્રક્શન વર્કર સાથે સચિન ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે.

લોકોએ સચિનનો આ અવતાર પહેલી વખત જોયો છે. હંમેશાં ગ્રાઉન્ડ પર રમવાવાળા સચિનને ગલી ક્રિકેટ રમતો જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. સચિન IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો મેન્ટર છે અને તેની દરેક મેચમાં જોવા મળે છે પરંતુ આ વખતે લોકો તેને ગલી ક્રિકેટ રમતો જોઈ રહ્યા છે.

એક દિવસ પહેલા બાન્દ્રામાંથી પસાર થઈ રહેલા સચિને કેટલાક યુવાનોને ક્રિકેટ રમતા જોયા અને તેમને રમતા જોઈ તે પોતાને રોકી શક્યો ન હતો અને રસ્તા પર પોતાની ગાડીમાંથી ઉતરી તેણે તેમની સાથે ક્રિકેટ રમી હતી. સચિન પોતાની સાથએ રમવા આવ્યો હોવાનું જોઈને તે લોકોની ખુશીના ઠેકાણા હતા નહીં. સચિને બેટ લીધું અને બેટિંગ કરવાની શરૂ કરી હતી. આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. તો ચાલો જોઈ લઈએ સચિનને ગલી ક્રિકેટ રમતા...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp