ફાટેલા કપડા પહેરીને આ યુવકે 2 મિનિટ 20 સેકન્ડમાં બનાવ્યો સચિનનો દિવસ

PC: twitter.com

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની જડ ભારત સાથે જોડાયેલી છે એમ તેમના વ્યવહારથી સ્પષ્ટ પ્રગટ થાય છે. જે લોકોએ પણ સચિન તેંદુલકરને નજીકથી જાણ્યા છે આ વાતથી જરાંય ના નહીં પાડી શકાય કે માસ્ટર બ્લેસ્ટર ભારતના એ અણમોન હીરો છે જે સદીઓમાં એક વખત ઉત્પન્ન થાય છે. સચિન તેંદુલકરે પોતાની યાદગાર ઇનિંગથી કરોડો ભારતીય લોકોના દિવસ બનાવ્યા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ છે જે સચિન તેંદુલકરનો દિવસ બનાવી દે.

એક ગરીબ ફાટેલા કપડાં પહેરલી વ્યક્તિએ સચિન તેંદુલકરનો દિવસ બનાવી દીધો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પોતે એ વ્યક્તિનો વીડિયો શેર કરતા લોકોને તેની પ્રતિભાથી અવગત કરાવ્યા છે. સચિન તેંદુલકરે જે વીડિયો શેર કર્યો છે તેમાં એ પુરુષ જમીન પર બેઠી મહિલા અને નાના બાળક સાથે ભારતીય લોક સંગીત પર પરફોર્મ કરતો નજરે પડી રહ્યો છે. સચિન તેંદુલકરે આ વીડિયો શેર કરતા લખ્યું કે સાંભળ્યું, સંગીત સૌથી શક્તિશાળી વસ્તુમાંથી એક છે જે માનવ નિર્મિત સીમાઓને પાર લોકોને એકત્ર કરી શકે છે.

શ્રીમતી અશ્વિની ભીડેએ આ સજ્જન શ્રી લાલચંદને એ બે લોકગીતોનું પ્રદર્શન કરતા અને તેને સુંદરતાથી કરતા જોયો. તેણે મારો દિવસ બનાવી દીધો. સચિન તેંદુલકર દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને યુઝર્સ આ વીડિયો જોઈને ખૂબ રીએક્શન પણ આપી રહ્યા છે. થોડી જ મિનિટોમાં સચિન તેંદુલકર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને હજારો લોકોએ લાઇક કરવા સાથે શેર પણ કર્યો છે.   

 

સચિન તેંડુલકરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે ભારત માટે 200 ટેસ્ટ, 463 વન-ડે અને 1 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં ક્રમશઃ 15921, 18426 અને 10 રન છે. ટેસ્ટમાં તેમના નામે 51 સદી અને 68 અરધી સદી છે. ટેસ્ટમાં હાઈએસ્ટ રન નોટઆઉટ 248 છે. વન-ડેમાં તેમના નામે 49 સદી અને 96 અરધી સદી છે. વન-ડેમાં તેમનો હાઈએસ્ટ સ્કોર નોટઆઉટ 200 રહ્યો છે. તેમના નામે સૌથી વધુ સદીઓ નોંધાયેલ છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી અને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp