ફેનની થઈ ક્રિકેટના ભગવાન સાથે મુલાકાત, રોડ વચ્ચેનો વીડિયો વાયરલ

PC: manoramaonline.com

કહેવાય છે ને કે ન જાણે કયા રૂપમાં આવીને નારાયણ મળી જાય. એવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે પોતાના એક ફેનને અચાનક મળીને તેનો દિવસ બનાવી દીધો. ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના ફેન્સ દુનિયાભરમાં ઉપસ્થિત છે. સચિનને લઈને ફેન્સની દીવાનગી ઘણી વખત હદો પાર કરી જાય છે. સચિનને મળવા ફેન્સ હંમેશાં ઉત્સુક રહે છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સચિન તેંદુલકર રોડ વચ્ચે ફેન સાથે મુલાકાત કરતા નજરે પડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સચિન તેંદુલકરે પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તે પોતાની કારથી ક્યાંક જતા નજરે પડી રહ્યા છે.રસ્તામાં 10 નંબરની જર્સી પહેરીને એક ફેન ફાઇક પર જતો નજરે પડે છે. ત્યારબાદ સચિન તેનાથી આગળ નીકળીને બાઇક રોકે છે અને ફેનને રસ્તો પૂછવાના બહાને વાતચીત કરે છે. પહેલા તો ફેનને વિશ્વાસ ન થયો કે સચિન તેંદુલકર સાથે તેની મુલાકાત થઈ છે. વીડિયોમાં આગળ નજરે પડે છે કે ફેન પોતાની એક ડાયરી કાઢે છે અને સચિન તેંદુલકર સાથે જોડાયેલી ઘણી યાદો માસ્ટર બ્લાસ્ટરને દેખાડે છે.

સાથે જ કેટલીક ખાસ પળોની યાદ તાજી કરાવે છે. ત્યારબાદ સચિન તેંદુલકર ડાયરીમાં પોતાનું ઓટોગ્રાફ આપે છે. આ દરમિયાન ફેન સચિન સાથે એક વીડિયો રેકોર્ડ પણ કરે છે, જેમાં કહ્યું કે, આજે મને પોતાના ભાગવવાના દર્શન થઈ ગયા. આજનો દિવસ મારા માટે ખૂબ સારો રહ્યો. અંતમાં સચિન બાય કહીને જતા રહે છે. ફેન્સે જે ટી શર્ટ પહેરી હતી, તેના પર જર્સી નંબર 10 અને મિસ યુ તેંદુલકર લખ્યું હતું. સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા X હેન્ડલ પર હૃદયસ્પર્શી વાત લખી છે.

તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, સચિન તેંદુલકરને મળો, જ્યારે હું પોતાના ઉપર આટલો પ્રેમ જોઉ છું તો મારું દિલ ખુશીથી ભરાઈ જાય છે. આ લોકોનો પ્રેમ છે જે અભૂતપૂર્વ જગ્યાઓથી આવતો રહે છે, જે જીવનને એટલું ખાસ બનાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક સોશિયલ યુઝર્સ કહી રહ્યા છે કે તેંદુલકરે પોતાના ફેનને સરપ્રાઈઝ આપી છે. વીડિયોમાં જોઈને એમ લાગી રહ્યું છે કે જેમ મલ્ટી કેમેરાથી શૂટ કરવામાં આવ્યું છે. જો કે, વીડિયો ખૂબ જ શાનદાર છે, સચિનના ફેન તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાના ચાહિતા દિગ્ગજ ક્રિકેટરના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp