સચિન સાથે થયો ફ્રોડ, જાણો શું છે બનાવ

PC: in.com

ગોડ ઑફ ક્રિકેટ સચિન તેંદુલકરે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની કંપની સ્પાર્ટન પર કેસ કર્યો છે અને સ્પાર્ટન કંપની પાસે આશરે 14 કરોડ રૂપિયા જેટલી રકમ રોયલ્ટી પેટે માગી છે. ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સનો સામાન વેચતી આ બ્રાન્ડ સાથે સચિન તેંદુલકરે વર્ષ 2016માં એક કોન્ટ્રેક્ટ કર્યો હતો, જેમાં એવું નક્કી થયું હતું કે સ્પાર્ટન કંપની એક વર્ષ સુધી પોતાની બ્રાન્ડ્સ પર સચિનનો ફોટો પબ્લિશ કરી શકશે.

આ માટે સ્પાર્ટને ‘સચિન બાય સ્પાર્ટન’ નામે એક ટેગલાઈન તૈયાર કરી હતી અને લંડન તેમજ મુંબઈમાં યોજાયેલી આ બ્રાન્ડની બે પ્રમોશનલ ઈવેન્ટ્સમાં પણ સચિને હાજરી આપી હતી. પરંતુ સપ્ટેમ્બર 2018 સુધી આ બ્રાન્ડ દ્વારા સચિનને એક પણ પૈસાની રકમ ચૂકવવામાં આવી નહોતી. ત્યાર બાદ સચિને સ્પાર્ટન પાસે તેમની ફીઝની માગણી કરી હતી, પરંતુ કંપની તરફથી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. એટલે સચિને એ કંપની સાથેનો કોન્ટ્રેક્ટ તોડી નાંખો હતો અને તેમની બ્રાન્ડ માટે પોતાના ફોટોગ્રાફ્સ યુઝ કરવાની ના પાડી હતી. પરંતુ એવું ન કરતા કંપનીએ તેમની પ્રોડક્ટ્સ પર સચિનનો ફોટો છાપવાનું ચાલુ રાખ્યું હતું. આ કારણે સચિને કાયદાકીય પગલા લેવાની ફરજ પડી હતી.

જોકે આ મામલે સ્પાર્ટન દ્વારા હજુ સુધી મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. તો સચિનની કાયદાકીય બાબતો હેન્ડલ કરતી ફર્મ ગિલ્બર્ટ એન્ડ ટોબિન દ્વારા પણ આ કેસ સંદર્ભે વધુ જાણકારી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp