મારા માતા-પિતાએ ટેનિસમાં નાખી હોત તો સારું’, સાઇના નેહવાલે શા માટે આમ કહ્યું?
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને લાગે છે કે જો તેને બેડમિન્ટન રમવાની જગ્યાએ તેણે રેકેટ પકડ્યું હોત તો તે ખેલાડી તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકતી હતી. બેડમિન્ટન ખેલાડી તરીકે પણ સાઇનાએ બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે. જેમાં તે વિશ્વમાં ટોપ રેન્કિંગ હાંસલ કરનારી પહેલી ભારતીય મહિલા શટલર બની અને તે ઓલિમ્પિક મેડલ જીતનારી દેશની પહેલી મહિલા એથલીટ પણ બની હતી. સાઇનાએ કહ્યું કે, ક્યારેક ક્યારેક મને લાગે છે કે જો મારા માતા-પિતાએ મને ટેનિસમાં નાખી હોત તો સારું હોત.
તેણે કહ્યું કે, તેમાં વધુ પૈસા છે અને મને લાગે છે કે હું વધારે તાકતવાન હતી. હું ટેનિસમાં બેડમિંટનથી સારું કરી શકતી હતી. સાઇના નેહવાલે ઘણા લોકોને બેડમિન્ટનમાં આવવા પ્રેરિત કર્યા છે પરંતુ જ્યારે તેણે 8 વર્ષની ઉંમરમાં રમવાની શરૂઆત કરી હતી, તો તેના માટે કોઈ આદર્શ નહોતું. સાઇના નેહવાલે કહ્યું કે, જ્યારે મેં શરૂઆત કરી તો મારા માટે કોઈ આદર્શ નહોતું. એમ કહેવા કોઈ નહોતું કે, હું વિશ્વની નંબર-1 ખેલાડી બનવા માગું છું કે ઓલિમ્પિક મેડલ વિજેતા બનવા માગું છું. મારા પહેલા કોઈને બેડમિન્ટનમાં એમ કરતા જોયા નહોતા.
તેણે કહ્યું કે, હું હંમેશાં બાળકોને રમત પર ધ્યાન લગાવવા કહું છું. ચીન 60-70 મેડલ જીતે છે અને આપણને માત્ર 3-4 મેડલ મળે છે. એટલા બધા ડૉક્ટર અને એન્જિનિયર હોય છે અને તેમના નામ અખબારોમાં આવે છે. હું ખાસ કરીને છોકરીને આગળ આવવા કહીશ કે તેઓ ફિટ થવાનું શરૂ કરે અને રમતોમાં આવે. હવે અમે બાળકો માટે ઉપસ્થિત છીએ, તેમના માટે પ્રેરણા માટે વર્લ્ડ નંબર-1, ઓલિમ્પિક ચેમ્પિયન અને એટલા બધા મેડલ વિજેતા છે.
ઉલ્લેખનીય છે કે સાઇના નેહવાલે પોતાના કરિયરની શરૂઆતમાં વર્ષ 2008માં BWF વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપ જીતી હતી. વર્ષ 2008માં ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સાઇના પહેલી ભારતીય મહિલા બની. તેણે હોંગકોંગની તત્કાલીન વર્લ્ડ નંબર-5 ખેલાડી વાંગ ચેનને હરાવી, પરંતુ ઇન્ડોનેશિયાની મારિયા ક્રિસ્ટિન યુલિયાન્ટી સામે હારી ગઈ. વર્ષ 2009માં સાઇના BWF સુપર સીરિઝ પ્રતિયોગિતા જીતનારી પહેલી ભારતીય બની. તેને વર્ષ 2009માં અર્જૂન એવૉર્ડ અને વર્ષ 2010માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.
લંડનમાં વર્ષ 2012 ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન નેહવાલે મહિલા એકલમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. તેણે ઇન્ટરનેશનલ સ્તર પર 20 કરતા વધુ ટ્રોફી જીતી છે અને વર્ષ 2016માં કેન્દ્રએ તેને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી હતી. સાઇના નેહવાલે ભારત માટે એક શાનદાર કરિયર બનાવ્યું છે, જેણે દેશમાં રમતને બદલી દીધી છે. સાઇનાએ ઘણી પ્રમુખ બેડમિન્ટન પ્રતિયોગીતાઓનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં તેણે ઘણી ટ્રોફી અને મેડલ જીત્યા. તે રમતમાં દુનિયાની નંબર-1 રેન્કિંગ રાખનારી એકમાત્ર મહિલા ભારતીય ખેલાડી પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp