સરકારના સસ્પેન્શનના નિર્ણય બાદ સાક્ષી-બજરંગ-વિનેશે જુઓ શું કહ્યું

PC: twitter.com

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ રવિવારે મોટો નિર્ણય લેતા નવ નિયુક્ત કુશ્તી સંઘને ભંગ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 21 તારીખ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ WFIની ચૂંટણી જીતી ગયા બાદ ઓલિમ્પિક મેડલ વિનર સાક્ષી મલિકે રેસલિંગ ફેડરેશનની ચૂંટણી પર દુખ વ્યક્ત કર્યું હતું અને સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ બજરંગ પુનિયાએ પણ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત આપી દીધો હતો. ત્યાર બાદ આજે સરકારે WFIની કમિટીને જ સસ્પેન્ડ કરી દીધી છે.

આ સમાચાર આવ્યા બાદ સાક્ષી મલિકે આ અંગે જણાવ્યું હતું કે, સરકાર સાથે કોઈ લડાઈ નથી. લડાઈ ફક્ત એથલિટ્સ માટે હતી. મને બાળકોની ચિંતા હતી. સાક્ષીએ કહ્યું કે, મેં હજુ સુધી લેખિતમાં તો કંઈ નથી જોયું, મને નથી ખબર કે ફક્ત સંજય સિંહને સસ્પેન્ડ કરાયા છે કે આખી સંસ્થાને સસ્પેન્ડ કરાઈ છે. અમારી લડાઈ સરકારથી નથી. અમારી લડાઈ તો મહિલા રેસલરો માટે છે. મેં સંન્યાસની જાહેરાત કરી દીધી પણ હું ઈચ્છું છું કે, આવનારા રેસલરોને ન્યાય મળે.

આ ફેસલો જાણ્યા બાદ સાક્ષીએ કહ્યું હતું કે, આ નિર્ણય રેસલરોના હિતમાં છે. અમે પહેલેથી જ કહેતા રહ્યા છીએ કે આ દીકરીઓ અને બહેનોની લડાઈ છે. આ પહેલું ડગલું છે. પોતાના સંન્યાસથી વાપસી માટે સાક્ષીએ કહ્યું કે, નવા કુશ્તી સંઘના આવ્યા બાદ આ અંગે નિર્ણય કરીશ. હજુ સુધી લેખિતમાં સ્પષ્ટ નથી થયું કે કુશ્તી સંઘનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યું હોય અથવા ફક્ત સંજય સિંહને હટાવવામાં આવ્યા હોય. આ સ્પષ્ટ થયા બાદ જ હું કંઈ બોલીશ.

સરકારના આ ફેસલા પર પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પાછો આપી ચૂકેલો ઓલિમ્પિયન બજરંગ પુનિયા પણ બોલ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું મારું સન્માન પાછું ગ્રહણ કરીશ. તેણે સરકારના નિર્ણયને યોગ્ય કહ્યો હતો. રેસલર વિનેશે પણ કહ્યું હતું કે, અમારી લડાઈ સરકાર વિરુદ્ધ નહોતી. આ ફેંસલો ખેલાડીઓના હિતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp