મુંબઈ ઈન્ડિયન્સ સામેની પહેલી મેચમાં નહીં રમે ચેન્નાઇનો આ સ્ટાર ખેલાડી

PC: BCCI

IPLની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સનો ઓલરાઉન્ડર સેમ કરેન IPL 2021ના બીજા તબક્કામાં રમાનારી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જોવા નહીં મળે. તે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમે એવી શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે. તા. 19 સપ્ટેમ્બરથી IPL 2021નો બીજો તબક્કો ચાલું થઈ રહ્યો છે. ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ પોતાના ઓલરાઉન્ડર ખેલાડીની રાહ જોઈ રહી છે.

પણ કરેન તાજેતરમાં જ ભારત સામે યોજાયેલી ઈંગ્લીશ ટીમમાંથી રમ્યો હતો. જે હજુ સુધી UAE પહોંચ્યો નથી. ત્યાં પહોંચ્યા બાદ પણ તેણે નિયમોનું પાલન કરવાનું રહેશે. છ દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવાનું રહેશે. એનો અર્થ એ થયો કે તે ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જોવા નહીં મળે.

ચેન્નાઈ સુપરકિંગ્સ આ પહેલા પણ પોતાનો બેટ્સમેન ફાફ ડુ પ્લેસીની ચિંતામાં છે. હવે કરેન પણ મેચમાં નથી. જે ચેન્નાઈની ટીમ માટે ખરા અર્થમાં એક ફટકા સમાન છે. ફાફ ડુપ્લેસી, ડ્વેન બ્રાવો અને ઈમરાન તાહિર કેરેબિયન પ્રીમિયર લીગ 2021માં ફાઈનલ મેચ રમ્યા બાદ ચેન્નાઈ સુપરકિંગ્સમાં આવશે. પણ તેમને છ દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું નહીં પડે. કારણ કે તેઓ સીધા CPLના બાયો બબલ્સમાંથી IPLના બાયો બબલ્સમાં એન્ટ્રી કરશે. જોકે, ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ બાદ બબલ્સ છોડનાર કરેન માટે છ દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ અનિવાર્ય છે.

જોકે CPL દરમિયાન પ્લેસીની કમરમાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તે પોતાની ટીમમાંથી 2 મેચ રમી શક્યો ન હતો. CPLમાં એનું શાનદાર પર્ફોમન્સ જોવા મળ્યું છે. દરેક મેચ દરમિયાન તે ફોર્મમાં રહ્યો હતો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન ફટકારનાર તે ત્રીજો મોટો ખેલાડી રહ્યો છે. જોકે, IPLને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચેન્નાઈ સુપરકિંગ્સના દરેક ખેલાડીઓ લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે પૂર તાકાતથી બેટિંગ કરી રહ્યો હતો. બીજા તબક્કામાં કોનું પલડું ભારી છે એ જોવાનું છે. જોકે, વિરાટની ટીમ પણ ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. બીજા તબક્કાના મેચ શરૂ થતા ફરી એકવખત T20 ક્રિકેટનો આનંદ માણવા મળશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp