શ્રીલંકાનો આ ક્રિક્રેટર પંતથી નારાજ, કહી આ વાત

PC: tosshub.com

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું માનવું છે કે, ભારતાના યુવા વિકેટકીપર રિષભ પંતે પોતાની વિકેટકીપિંગ સ્કિલમાં સુધારો લાવવાની જરૂર છે અને બેટિંગમાં પોતાની નબળાઈઓને સમજવી જોઈએ. કારણ કે ભારત આવતા વર્ષે યોજાનારા T-20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે. સંગાકારાએ સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું, જો તમે વિશ્વ કપની તરફ નજર નાંખી રહ્યા હો, તો તેમના માટે(પંત) જરૂરી છે કે તે કેપ્ટનને જાણકારી આપવાના મામલામાં પોતાની ભૂમિકાને સમજે.

તેમણે કહ્યું, તો વિકેટકીપરના રૂપમાં જરૂરી છે કે તે વિકેટની પાછળ સરળ કામ કરે, જેના દ્વારા તેનામાં આત્મવિશ્વાસ વધશે અને તે કેપ્ટનની મદદ કરવા માટે સારી સ્થિતિમાં રહેશે. પંતે વધારે દબાણ લેવું જોઈએ નહિ અને સરળ રીતે કામ કરવાનું રહેશે.

સંગાકારાએ કહ્યું, તેના માટે એ જરૂરી છે કે, તે વસ્તુઓને સરળ રાખે અને પોતાની નબળાઈઓને સમજે. એકવાર જો તે આ બાબતે કામ કરવાનું શરૂ કરી લેશે તો સારી રણનીતિ બનાવી શકશે. તેના માટે હાલમાં તો જરૂરી છે કે તે વધારે દબાણ ન લે. એ જરૂરી છે કે કોઈ તેની પાસે જઈને વાત કરે અને તેના પર જે પ્રેશર છે તેને હટાવે અને તેને સ્વતંત્ર થઈને રમવા દે, એ વધારે જરૂરી છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે પણ રિષભને સલાહ આપી હતી. તેણે કહેલું, રિષભ એક પ્રતિભાશાળી યુવા ક્રિક્રેટર છે. આટલી જલદી તેના ઉપર આટલું બધું દબાણ બનાવવાની કોઈ જરૂર છે જ નહિ. એવી આશા રાખવી કે તે રોજ ધોની જેવું જ પ્રદર્શન કરશે, તે બરાબર નથી. રિષભને મારી સલાહ છે કે, ધોની પાસેથી જે પણ તમે શીખી શકો તે શીખી લો. પણ ધોની જેવું બનવાની કોશિશ ન કરો. એવી કોશિશ રાખો કે જેટલું બની શકે એટલો શ્રેષ્ઠ રિષભ પંત બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp