શોએબ મલિકના બીજા લગ્ન પર સાનિયા મિર્ઝાએ જુઓ શું કહ્યું

PC: twitter.com

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ફરી એકવાર લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરનાર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આ બધા વચ્ચે સાનિયા મિર્ઝાના પરિવારનું રિએક્શન સામે આવ્યું છે. મિર્ઝા ફેમિલીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સાનિયાએ પોતાની પ્રાઇવેટ જિંદગીને હંમેશાં લોકોની નજરથી દૂર રાખી. પરંતુ આજે તેને એ જણાવવાની જરૂરિયાત આવી ગઈ છે કે શોએબ અને તેના ડિવોર્સ થોડા મહિના પહેલા થઈ ગયા છે. તે શોએબને તેની નવી જર્ની માટે શુભેચ્છા આપે છે. તેના જીવનના આ સંવેદનશીલ સમયમાં તમામ ફેન્સ અને શુભચિંતકોને અપીલ છે કે તેઓ કોઈ અટકળોમાં શામેલ થવાથી બચે અને પ્રાઇવસીનું સન્માન કરે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન એવા સમયમાં થયા છે, જ્યારે તેના સોનિયા મિર્ઝા સાથે અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા હતા. શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદને પોતાની નવી જીવનસાથી બનાવી છે અને એક સમારોહ દરમિયાન આ લગ્ન થયા. શોએબ માલિકે પોતે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. શોએબ માલિકે જે સના જાવેદ સાથે લગ્ન કર્યા છે તે પણ છૂટાછેડા લઈ ચૂકી છે.

પાકિસ્તાનની પ્રસિદ્ધ એક્ટ્રેસોમાં સામેલ સના જાવેદે વર્ષ 2020માં ઉમેર જસવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જલદી જ એ વાત સામે આવવા લાગી કે આ કપલ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. ત્યારબાદ બંનેએ પોત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક બીજાની તસવીરો કાઢી નાખી હતી અને પછી સમાચાર આવ્યા કે બંને વચ્ચે તલાક થઈ ચૂક્યા છે. 28 વર્ષીય સના જાવેદ પાકિસ્તાનના ઘણા ટીવી શૉમાં નજરે પડી ચૂકી છે. 'એ મુશ્ત એ ખાક', 'ડંક' સહિત અન્ય ફેમસ શૉ છે, એ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઈ ચૂકી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shoaib Malik (@realshoaibmalik)

બુધવારે જ સાનિયા મિર્ઝાએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી, જેથી તેના અને શોએબ માલિક સાથે તલાકની અફવાઓ તેજ થઈ ગઈ હતી. સાનિયા મિર્ઝાએ લખ્યું કે, 'લગ્ન કઠિન છે, તલાક કઠિન છે, પોતાનું કઠિન પસંદ કરો. ફિટ રહેવું કઠિન છે. પોતાનું કઠિન પસંદ કરો. દેવામાં ડૂબવું કઠિન છે, આર્થિક રૂપે અનુશાસીત રહેવું કઠિન છે, પોતાનું કઠિન પસંદ કરો. સંચાર કઠિન છે, સંવાદ ન કરવું કઠિન છે. પોતાનું કઠિન પસંદ કરો.'

તેણે આગળ લખ્યું કે, જિંદગી ક્યારેય સરળ નહીં હોય, એ હંમેશાં કઠિન રહેશે, પરંતુ આપણે પોતાની મહેનત પસંદ કરી શકીએ છીએ.' સોનિયા મિર્ઝાએ પોતાની ઇન્સ્ટાગ્રામ કહાનીઓ પર જે કોટ શેર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિમાનીથી પસંદ કરો. આ અટકળો ત્યારે તેજ થઈ ગઈ હતી, જ્યારે સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી શોએબ માલિક સાથે પોતાની મોટા ભાગની હાલની તસવીરો ડીલિટ કરી દીધી હતી. 8 જાન્યુઆરીએ તેણે એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, જ્યારે કોઈ વસ્તુ તમારા દિલની શાંતિને ભંગ કરે છે તો તેને જવા દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp