બિગ સ્ક્રીન પર પતિ શોએબ સાથે દેખાશે સાનિયા મિર્ઝા! ટીઝર રીલિઝ
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેનો પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અવારનવાર ચર્ચાઓમાં રહે છે. દરમિયાન બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક કોમન વીડિયો શેર કર્યો છે. આ વીડિયો કોઈ સીરિયલ, મુવી અથવા એડ પ્રોજેક્ટનું ટીઝર છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક બંનેએ જ પોતાની પોસ્ટના કેપ્શનમાં આ જાણકારી આપી છે કે, તે બંનેનો આ સહિયારો પ્રોજેક્ટ છે. જેનું ટીઝર શેર કરવામાં આવી રહ્યું છે. આ બંને પોસ્ટના કેપ્શનમાં વધુ એક વસ્તુ કોમન છે તે છે #LoveIsInTheAir, જેના પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે આવનારા પ્રોજેક્ટનું નામ હોઈ શકે છે.
સાનિયા મિર્ઝાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, જે પ્રોજેક્ટ પર હું કામ કરી રહી છું, તેનું ટીઝર શેર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહી છું. તેનું ફુલ વર્ઝન ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. જ્યારે શોએબે લખ્યું કે, મને પોતાના આ સહિયારા પ્રોજેક્ટનું ટીઝર શેર કરવામાં ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ તેનું પૂર્ણ વર્ઝન જોવા મળશે. જોકે, હજુ પણ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ કોઈ સીરિયલ છે કે પછી ફિલ્મ છે કે પછી કોઈ એડનું ટીઝર છે. જોકે, ટૂંક સમયમાં જ તેનું સ્પષ્ટીકરણ થઈ જશે. પરંતુ, કમેન્ટમાં અલગ-અલગ વાતો કરવામાં આવી રહી છે. કોઈ તેને ફિલ્મ ગણાવી રહ્યું છે, તો કોઈ બંનેની લવ સ્ટોરી પર બનનારી સીરિયલ લખી રહ્યું છે.
View this post on Instagram
આ વીડિયોની વાત કરીએ તો તેમા હજુ સાનિયાનો ચહેરો નથી દેખાઈ રહ્યો. પરંતુ, તેનો પતિ શોએબ મલિક ઘણી જગ્યાઓ પર દેખાઈ રહ્યો છે. શોએબ ભાગતો દેખાઈ રહ્યો છે અને એક સીનમાં કારમાંથી બહાર નીકળતો પણ દેખાઈ રહ્યો છે. જ્યારે કોઈ ફીમેલ ટેનિસ રમતી દેખાઈ રહી છે, સફેદ કપડાંમાં દેખાઈ રહેલી મહિલા સાનિયા મિર્ઝા હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગેમની સાથે જ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું અંગત જીવન પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. 2010 બાદથી બંનેના પ્રેમની ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ 12 એપ્રિલ, 2010ના રોજ હૈદરાબાદમાં એક પારંપરિક સમારોહમાં શોએબ મલિક અને સાનિયા મિર્ઝા લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આજે તેમનો એક ત્રણ વર્ષનો દીકરો પણ છે, જેનું નામ ઈઝહાન મિર્ઝા મલિક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp