સોનિયાએ શોએબ પાસેથી લીધા 'ખુલા', આખરે 'તલાક'થી કેટલી અલગ છે આ પ્રક્રિયા?

PC: wionews.com

પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની 14 વર્ષ જૂના લગ્ન તૂટી ગયા છે. શોએબ માલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે. શોએબ માલિકે ઇન્સ્ટાગ્રામ પર આ લગ્નની જાહેરાત કરી છે. ત્યારબાદ સોનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ પુષ્ટિ કરી કે સાનિયાએ ખુલા લઈ લીધા છે અને શોએબ મલિકથી અલગ થઈ ચૂકી છે. ત્યારબાદ જ ખુલા અને તલાકને લઈને ચર્ચા થવા લાગી છે. શું તલાકથી અલગ છે ખુલા? આવો તેની બાબતે જાણીએ.

શું છે ખુલા લેવાની પ્રક્રિયા?

તલાક અને ખુલામાં વધુ ફરક નથી. ઇસ્લામી એતબારથી મહિલા જ્યારે પોતાના પતિથી અલગ થવાનો નિર્ણય લે છે તો તેને ખુલા લેવાનું કહેવામાં આવે છે. તો આ જ નિર્ણય જ્યારે પુરુષ તરફથી લેવામાં આવે છે તો તેને તલાક કહેવામાં આવે છે. તલાક બાદ મહિલા સતત 3 મહિના સુધી પતિના ઘરમાં રહે છે. જો કે, ખુલા લઈને મહિલાએ તાત્કાલિક પતિનું ઘર છોડવું પડે છે. કુરાન અને હદીસમાં તેનો ઉલ્લેખ છે. ખુલાને લઈને એમ પણ છે કે મહિલા પોતાના પતિને કહે છે કે તે ખુલા લેવા માગે છે અને પતિ તેના પર સહમતી વ્યક્ત કરે છે, પરંતુ જો પતિ ના પાડે છે તો પછી તે મહિલા કાજી પાસે જઇ શકે છે અને તે ખુલા લેવાનું કારણ બતાવી શકે છે. ત્યારબાદ કાજી કારણો જાણ્યા બાદ ખુલા કરાવી દે છે. ઇસ્લામે કાજીને એ હક્ક આપ્યો છે કે તેઓ તેમના સંબંધ સમાપ્ત કરાવે. ત્યારબાદ સંબંધ પૂરા થઈ જાય છે. ખુલા લીધા બાદ મહિલાએ 'મેહર' પરત કરવાનું હોય છે, પરંતુ તેમાં પણ કેટલીક છૂટ આપવામાં આવી છે.

ખુલા બાદ મહિલા કોઈ બીજા સાથે લગ્ન કરવા માગે તો ઈદ્દતના રૂપમાં માત્ર એક જ મહિનાની રાહ જોવી પડે છે. ત્યારબાદ તે બીજા પુરુષ સાથે લગ્ન કરી શકે છે. ખુલામાં એક પણ તલાક હોતા નથી, ત્યારબાદ તે પોતાની પસંદથી પોતાના પતિ પાસે રીમેરેજ કરીને આવી શકે છે. જો કે, ઇન્ડિયન પર્સનલ લૉ બોર્ડ હેઠળ ખુલામાં એક તલાક કાઉન્ટ થાય છે. ભારતમાં જ્યારે મહિલા ખુલા લે છે તો પુરુષ પાસેથી લખાવી લેવામાં આવે છે કે તેણે તલાક લીધા છે. એવામાં તલાકના શુક્લમાં ખુલા મળે છે તો પછી ઈદ્દત વિના બધુ બાકી રહેશે. જો કે, ઇસ્લામી ખુલાની અંદર કોઈ ઈદ્દત નથી.

કુરાન મુજબ, તલાક એ હસનને ઇસ્લામમાં માન્ય રાખવામાં આવ્યા છે. તેમાં 3 મહિનામાં 3 વખત તલાક આપવા પડે છે. તેમાં 3 હેજ કે માસિક ધર્મની ઈદ્દત હોય છે. હેજ, દારૂ પીધેલાની સ્થિતિમાં અને ગુસ્સામાં તલાક આપવાની મનાઈ છે. તેમાં ઈદ્દતની અવધિ સમાપ્ત થવા અગાઉ તલાક પાછા લઈ શકે છે. આ પ્રક્રિયામાં તલાક લેનાર પતિ અને પત્ની ફરીથી લગ્ન કરી શકે છે. જો 3 મહિનાની અંદર બંને વચ્ચે સમાધાન થઈ શકે છે તો તલાક નહીં થાય. જો 3 મહિનાની ઈદ્દત પસાર થયા બાદ બંને પતિ-પત્ની સાથે રહેતા નથી. અલગ થઈ જાય છે, પરંતુ તેના થોડા મહિના બાદ તેઓ ફરીથી પતિ-પત્ની તરીકે રહેવા માગે તો નવા નિકાહ અને નવા મેહર સાથે ફરીથી લગ્ન કરી શકે છે. એક પત્ની સાથે 3 વખત નવા મેહર અને નિકાહ સાથે લગ્ન થઈ શકે છે. ત્યારબાદ કાયદેસર નથી. ઉલ્લેખનીય છે કે તીન તલાક એક જ તલાક હોય છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની પહેલી મુલાકાત વર્ષ 2004-05માં ભારતમાં થઈ હતી. બંને વર્ષ 2009-10માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં ફરી મળ્યા. સાનિયા ટેનિસ રમવા અને શોએબ પોતાની ટીમ સાથે ક્રિકેટ રમવા પહોંચ્યો હતો. અહી બંનેની ઓળખાણ દોસ્તીમાં બદલાઈ ગઈ અને પછી મુલાકતોનો સિલસિલો શરૂ થઈ ગયો. 5 મહિના સુધી એક-બીજાને જાણ્યા બાદ વર્ષ 2010માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હૈદરાબાદમાં 12 એપ્રિલ 2010ના રોજ સાનિયા અને શોએબના લગ્ન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp