શું રોહિત-વિરાટ T20 WCમાં કરશે ઓપનિંગ? સંજય માંજરેકરે પસંદ કરી પોતાની પ્લેઇંગ XI
ભારતીય ક્રિકેટ ટીમ 17 વર્ષના ટ્રોફીના સુકાને ખતમ કરવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. ભારતીય ટીમ 2 જૂનથી ICC T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનને લઈને કેપ્ટન, કોચ અને ટીમ મેનેજમેન્ટ સામે મુશ્કેલ પડકારો છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ માટે શુક્રવારે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી હતી. સંજય માંજરેકરની પ્લેઇંગ ઇલેવનમાં યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલ અને અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ચાંસ મળ્યો નથી. તેમણે રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને ઓપનિંગમાં ઉતાર્યો છે.
સંજય માંજરેકરે સ્ટાર સ્પોર્ટ્સના પ્રેસ રૂમમાં શૉમાં કહ્યું કે, તેઓ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને ઓપનિંગમાં ઉતારવા માગે છે. તેમણે કહ્યું કે, T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે વિરાટ કોહલી પાસે ઓપનિંગ કરાવવામાં આવે. ડાબા હાથના ઓપનર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને પોતાની પ્લેઇંગ ઇલેવનથી બહાર રાખ્યો, જ્યારે યુઝવેન્દ્ર ચહલને પણ અવસર આપ્યો નથી. સંજય માંજરેકરે સંજુ સેમસનની જગ્યાએ રિષભ પંતને વિકેટકીપર તરીકે જગ્યા આપી છે.
વર્તમાનમાં કમેન્ટેટર તરીકે કામ કરી રહેલા સંજય માંજરેકરે જસપ્રીત બૂમારહ સાથે મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ 3 ફાસ્ટ બોલરોને જગ્યા આપી છે. તો સ્પિનર્સમાં કુલદીપ યાદવ સાથે રવીન્દ્ર જાડેજાને રાખ્યો છે. ઓલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યા સાથે શિવમ દૂબેને પણ રાખ્યો છે. સંજય માંજરેકર સૂર્યકુમાર યાદવને ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા માગે છે.
સંજય માંજરેકરની T20 વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, શિવમ દૂબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને જસપ્રીત બૂમરાહ.
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડી:
શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન.
T20 વર્લ્ડ કપ 2024માં ભારતનું ગ્રુપ શેડ્યૂલ
ભારત વર્સિસ આયરલેન્ડ: 5 જૂન ન્યૂયોર્ક
ભારત વર્સિસ પાકિસ્તાન: 9 જૂન, ન્યૂયોર્ક
ભારત વર્સિસ USA: 12 જૂન, ન્યૂયોર્ક
ભારત વર્સિસ કેનેડા 15 જૂન, ફ્લોરિડા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp