સંજુ સેમસન કે રિષભ પંત? T20 WCની પ્લેઇંગ XIમાં યુવીના મતે કોને સ્થાન મળવું જોઈએ

PC: firstpost.com

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન જે ખેલાડીઓની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આગળ જઇ શકી નથી, તેઓ જલદી જ અમેરિકા જવા માટે પણ રવાના થઈ જશે, જ્યાં લીગ સ્ટેજમાં ભારતની બધી મેચ રમાશે. આ દરમિયાન હવે અનુમાન એ વાતના પણ લગાવવામાં આવી રહ્યા છે કે પહેલી મેચમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે તો તેની પ્લેઇંગ ઇલેવન શું હોય શકે છે. ભારતીય ટીમ માટે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે પણ આ આખા મામલે પોતાની વાત રાખી છે.

T20 વર્લ્ડ કપ માટે ICCએ યુવરાજ સિંહને એમ્બેસેડર બનાવ્યો છે. ICC સાથે વાત કરતા યુવરાજ સિંહે કહ્યું કે, જો સંજુ સેમસન અને રિષભ પંતમાંથી કોઈ એક ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં લેવાની વાત હશે તો તે રિષભ પંતને તેમાં જોવા માગે છે. યુવરાજ સિંહે કહ્યું કે, સંજુ અને પંત બંને ખૂબ સારા ફોર્મ છે, પરંતુ રિષભ પંત ડાબા હાથનો ખેલાડી છે અને મને લાગે છે કે તેમાં ભારત માટે મેચ જીતવાની વધારે ક્ષમતા છે. આ અગાઉ પણ રિષભ પંતે ઘણી વખત એમ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી ભારતને જે 15 ખેલાડી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે, તેમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને રિષભ પંત બંનેને સામેલ કર્યા છે, પરંતુ બધા જાણે કે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ એકને જ ચાન્સ મળી શકશે. આ દરમિયાન કેટલાક સમયથી IPLમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઉપકેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને ઘણી વાતો થઈ રહી છે. તેની કેપ્ટન્સીને લઈને સવાલ ઉઠ્યા, તો તે બેટથી પણ આ ટૂર્નામેન્ટમાં એક પણ શાનદાર ઇનિંગ ન રમી શક્યો. એવામાં તેની ટીમ પહેલા જ IPLથી બહાર થઈ ગઈ.

યુવરાજ સિંહે જ્યારે હાર્દિક પંડ્યાને લઈને વાત કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે, BCCIની સિલેક્શન કમિટીએ જોયું કે ખેલાડીઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેવું પ્રદર્શન કર્યું છે, IPLના ફોર્મ પર સિલેક્શન થયું નથી. જો તમે માત્ર IPLના ફોર્મ જુઓ તો હાર્દિક પંડ્યાએ સારું કર્યું નથી. ભારત માટે તેના પાછળ પ્રદર્શનને જોતા તેણે ભારત માટે જે કર્યું છે એ મહત્ત્વપૂર્ણ છે. મને લાગે છે કે તેની બોલિંગ મહત્ત્વપૂર્ણ રહેવાની છે અને તેની ફિટનેસ મહત્ત્વની હશે.

ભારતીય ટીમમાં T20 વર્લ્ડ કપ માટે ઓપનર તરીકે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલને પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ સંભાવના એવી પણ છે કે રોહિત સાથે કોહલી ઇનિંગની શરૂઆત કરે. તો યુવરાજ ઈચ્છે છે કે રોહિત અને જાયસ્વાલ ઇનિંગની શરૂઆત કરે, જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવે. તેણે કહ્યું કે, મને લાગે છે કે રોહિત અને જાયસ્વાલે ઇનિંગની શરૂઆત કરવી જોએ. હું ડાબા હાથ અને જમણા હાથના કોમ્બિનેશન જોવાનું પસંદ કરીશ કેમ કે દરેક સમયે બે સંયોજનને બોલિંગ કરવું મુશ્કેલ હોય છે.

આમ તો આ વર્ષનો T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ જશે, પરંતુ ભારતીય ટીમની પહેલી મેચ 5 જૂને આયરલેન્ડ વિરુદ્ધ હશે, તો 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ પણ રમાશે. ભારતીય ટીમના ગ્રુપમાં પાકિસ્તાન અને આયરલેન્ડ સિવાય USA અને કેનેડા પણ સામેલ કરવામાં આવ્યા છે. આ બધા સાથે ભારતીય ટીમ રમતી નજરે પડશે. જો ભારતે ગ્રુપમાં ટોપ-2માં જગ્યા બનાવી લીધી તો પછી સીધી સુપર-8માં જતી રહેશે, જ્યાં બીજા ગ્રુપની ટોપ ટીમો સાથે તેની ટક્કર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp