સંજુ સેમસને ધોની સ્ટાઇલમાં લિવિંગસ્ટોનને કર્યો રન આઉટ, જુઓ વીડિયો
સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સ (RR) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પંજાબ કિંગ્સને હરાવીને રાજસ્થાન રોયલ્સે પોતાની પાંચમી જીત હાંસલ કરી. 10 પોઇન્ટ્સ સાથે રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પોતાની સ્થિતિ મજબૂત કરી ચૂકી છે. રાજસ્થાન ધીરે ધીરે પ્લેઓફ તરફ વધી રહી છે. IPLની 17મી મેચમાં તેણે 3 વિકેટથી પંજાબ કિંગ્સને હરાવી દીધી. આ મેચમાં સંજુ સેમસને વિકેટ પાછળ શાનદાર કામ કર્યું.
તેણે જોયા વિના પડતા પડતા બૉલ સ્ટમ્પ્સ પર મારી દીધો અને ખતરનાક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનનું કામ તમામ થઈ ગયું. સંજુ સેમસનના આ રન આઉટમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક જોવા મળી, જે વિકેટ પાછળ કંઈક આ જ પ્રકારના કારનામાં કરવા માટે જાણીતો છે. પંજાબ કિંગ્સની ઇનિંગની 18મી ઓવરના પાંચ બૉલ પર આ ઘટના ઘટી. લિયામ લિવિંગસ્ટોનના પાર્ટનર આશુતોષ શર્માએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના બૉલને ડીપ મીડ વિકેટ તરફ માર્યો હતો. બંનેએ પહેલો રન સરળતાથી લીધો.
📽️ Relive it again 👏
— IndianPremierLeague (@IPL) April 13, 2024
WATCH Sanju Samson's brilliant run-out to dismiss Livingstone 👌👌#TATAIPL | #PBKSvRR https://t.co/EA8GL57pfZ
ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોન બીજા રન માટે દોડી પડ્યો. આશુતોષે બીજી તરફથી પાછો મોકલ્યો. ત્યારે જ તનુષ કોટિયાને ડીપથી બૉલને ઉઠાવીને સીધો થ્રો સંજુ સેમસન તરફ ફેક્યો. સેમસને પોતાની ડાબી તરફ ડાઈવ લગાવતા સ્ટમ્પ્સને જોયા વિના બૉલ કારી દીધો. લિયામ લિવિંગસ્ટોન પીચ પર ફરે ત્યાં સુધી સેમસને તેનું કામ તમામ કરી દીધું હતું. લિયામ લિવિંગસ્ટોન 21 રન બનાવીને આઉટ થયો.
મેચની વાત કરીએ તો શિમરોન હેટમાયરના 10 બૉલમાં નોટઆઉટ 27 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે લૉ સ્કોરિંગ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 1 બૉલ બાકી રહેતા 3 વિકેટે હરાવી દીધી. રાજસ્થાન રોયલ્સને છેલ્લા 14 બૉલમાં 30 રનની જરૂરિયાત હતી, ત્યારે હેટમાયર અને રોવમેન પોવેલ (5 બૉલમાં 11 રન)ની વેસ્ટ ઈન્ડીઝના બેટસમનોની જોડીએ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરીને રાજસ્થાનને 6 મેચમાં પાંચમી જીત અપાવી. પ્લેયર ઓફ ધ મેચ હેટમાયરે પોતાની નોટઆઉટ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 6 છગ્ગા લગાવ્યા.
પંજાબ કિંગ્સને 147 રન પર રોકુંયા બાદ રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરતા પોઇન્ટ્સ ટેબલમાં પોતાનું ટોપ સ્થિતિ મજબૂત કરી. હેટમાયર સિવાય યશસ્વી જાયસ્વાલે પણ રાજસ્થાન માટે 39 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું. કેશવ મહારાજ (23/2)ની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શનથી રાજસ્થાને પંજાબને 150 રનની અંદર રોકી દીધી. તેને આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ સેનનો સારો સાથ મળ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp