સતત 4 હાર બાદ રોષે ભરાયો સંજુ સેમસન, જાણો કોના પર ફોડ્યું હારનું ઠીકરું

રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ક્વાલિફાઈ કરી ચૂકી છે, પરંતુ તેને પોતાની છેલ્લી 4 મેચોમાં હાર મળી છે. 15 મેના રોજ પણ રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. IPL પ્લેઓફમાં ક્વાલિફાઈ કરવા છતા રાજસ્થાન રોયલ્સની સ્થિતિ હાલમાં નબળી નજરે પડી રહી છે, તેને પોતાની છેલ્લી 4 મેચમાં હાર મળી છે. 15 મેના રોજ થયેલી IPL મેચમાં પણ રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે હાર મળી.
આ મેચમાં પહેલા રમતા રાજસ્થાને 9 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 7 બૉલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. પંજાબ સામે મેચમાં હાર બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પોતાની ટીમના પ્રદર્શનથી નિરાશ નજરે પડ્યો. સંજુએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો ફેલિયરને સ્વીકારવું પડશે. અમારે આરામથી બેસવું પડશે અને સ્વીકારવું પડશે કે અમે કોઇક ફેલિયરમાંથી પસાર થઈ રહ્યા છીએ.
તમારે એ જાણકારી મેળવવી પડશે કે એક ટીમના રૂપમાં કઇ વસ્તુ કામ કરી રહી નથી, જ્યારે તમે મેચના અંતમાં પહોંચો છો તો આપણને કોઈ એવા ખેલાડી (ઈશારો ફિનિશર તરફ)ની જરૂરિયાત હોય છે જે હાથ ઉઠાવે અને કહે કે હું ટીમને મેચ જીતાડુ. સંજુએ માન્યું કે, ટીમમાં પૂરતી પ્રતિભા છે, જે દબાવમાં વ્યક્તિગત પણ પ્રદર્શન કરી શકે છે. સંજુ આ દરમિયાન બેટ્સમેનોના પ્રદર્શનથી નિરાશ દેખાયો. તેણે કહ્યું કે, 9 વિકેટ પર 144 રન બનાવવા ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું.
અમે આશા રાખી રહ્યા હતા કે આપણે 160ની આસપાસનો સ્કોર બનાવવો જોઈતો હતો, પરંતુ અહી જ અમે મેચ હારી ગયા. નિયમિત અંતર પર વિકેટ પડવાના કારણે રોયલ્સને ડોનોવન ફરેરાને ઇમ્પેક્ટ સબના રૂપમાં ઉપયોગ કરવા માટે મજબૂર થવું પડ્યું અને એક બોલરની કમી અનુભવાઈ. સંજુએ કહ્યું કે, એક તરફ બોલિંગ ઓપ્શન રાખવાનું સારું હોય છે, એ પણ ત્યારે જ્યારે તમારી પાસે માત્ર 5 બેટ્સમેન હોય તો થોડું મુશ્કેલ થઈ જાય છે, પરંતુ હું તેનો આદી છું. જો કે, આપણી પાસે ક્વાલિટીવાળા 5 બોલર છે.
પંજાબના કેપ્ટન સેમ કરને કહ્યું કે, મેં સીઝનનો સંપૂર્ણ આનંદ લીધો છે, કેપ્ટન્સીનો આનંદ લીધો છે, હવે અહીથી જવાથી ખૂબ નિરાશા થઈ રહી છે, પરંતુ વર્લ્ડ કપને લઈને એક્સાઈટેડ છું. આગામી કેટલીક સીઝનમાં અમે વાસ્તવમાં કેટલાક સારા ખેલાડીઓને રાખી શકીએ છીએ, તો અમે સારું પ્રદર્શન કરી શકીએ છીએ. ટીમ પોઝિટિવ થઈને આગળ વધશે. કોલકાતા વિરુદ્ધ રનચેઝ શાનદાર રહ્યું. શશાંક સિંહ શાનદાર રહ્યા છે. આશુતોષ શર્મા પોતાની પહેલી સીઝનમાં સારો રહ્યો. હર્ષલ અને અર્શદીપે પણ સારું પ્રદર્શન કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp