WWE સ્ટાર સારા લીનું નિધન, 30 વર્ષની ઉંમરમાં છોડી દીધી દુનિયા

PC: instagram.com/saraann_lee

રમત જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE)ની પૂર્વ રેસલર સારા લીનું નિધન થઈ ગયું છે. તેની ઉંમર માત્ર 30 વર્ષની હતી. સારા લીના નિધનના સમાચાર તેની માતાએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા છે. ત્યારબાદ તેના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સારા લીની માતાએ પોતાની પોસ્ટમાં માત્ર નિધનની જાણકારી આપી છે. WWE સ્ટારનું નિધન કઇ રીતે થયું? આ વાતની જાણકારી અત્યાર સુધી મળી શકી નથી. સારા લીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ WWE સિવાય એલેક્સા બ્લિસ, બેકી લિંચ, મિક ફોલી જેવા ઘણા સ્ટારે સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે.

WWEમાં સારા લીએ લગભગ એક વર્ષ સુધી ફાઇટ કરી હતી. તે વર્ષ 2016માં એક લાઈવ ઇવેન્ટ દરમિયાન હિલ પ્રોમો આપતી નજરે પડી હતી. તેના થોડા દિવસો બાદ જાન્યુઆરીમાં સારા લીએ સિક્સ વુમન્સ ટેગ ટીમમાં પોતાનું ઇન રિંગ ડેબ્યૂ કર્યું હતું.

આ દરમિયાન આ શૉમાં મેન્ડી રોઝે પણ ભાગ લીધો હતો. સારા લી WWEની રિયાલિટી સીરિઝ ટફ ઇનફ સીઝન-6ની વિનર પણ રહી છે. વર્ષ 2016ના અંતમાં જ સારા લીએ પોતાની અંતિમ મેચ રમી હતી. આ દરમિયાન ઑગસ્ટમાં સારા લીએ ડબલ્સ મેચ રમી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Sara Lee (@saraann_lee)

સારા લીની જોડીદાર લિવ મોર્ગન હતી. ત્યારે બંનેની મેચ આલિયા અને બિલી સાથે થઈ હતી. આ ફાઇટ બાદ જ સારા લી ઇન્ડિપેન્ડેન્ટ સર્કિટમાં પાછી જતી રહી હતી. તેને WWEમાંથી રીલિઝ કરી દેવામાં આવી હતી. સારા લી દમદાર રેસલર સાથે એક સુંદર ચહેરો પણ હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઈન્ટ્રો તરીકે પૂર્વ NXT/ WWE સુપરસ્ટાર લખી રાખ્યું હતું. તેની નીચે તેણે એમ પણ જણાવ્યું હતું કે રિયાલિટી સીરિઝ ટફ ઇનફ સીઝનની વિનર પણ રહી છે.

સારા લી સોશિયલ મીડિયા સેન્સેશન પણ છે. તેની તસવીરો અને વીડિયોઝ સતત વાયરલ થતા રહે છે. સારા લી પાંચ વર્ષ અગાઉ પૂર્વ WWE સુપરસ્ટાર વેલ્જી બ્લેક સાથે લગ્ન કર્યા હતા. સારા લીએ 20 સપ્ટેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp