કોહલીએ જેને ઝૂકીને પ્રણામ કરેલું તે ખેલાડી માટે કોઈએ 20 લાખની પણ બોલી ના લગાવી
IPL ઓક્શનમાં મિચેલ સ્ટાર્ક પર 24 કરોડથી પણ વધુ રૂપિયાનો વરસાદ થયો જ્યારે અમુક પ્લેયર એવા પણ રહ્યા, જેમના પર બોલી લગાવવાની પણ કોઈએ દરકાર ન કરી. આમાં એક ખેલાડી છે સરફરાઝ ખાન. એક સમય હતો, જ્યારે IPLના સ્ટાર બોલરો પણ આ બેટ્સમેન સામે બોલિંગ કરવાથી દૂર રહેતા હતા, કારણ કે આ ખેલાડી બે-ત્રણ ઓવરમાં મેચને પલટાવી દેતો હતો.
સરફરાઝ ખાનનો એવો સિક્કો ચાલતો હતો કે, એક વાર તો મેચમાં તેણે એવું પ્રદર્શન કર્યું કે, વિરાટ કોહલી પણ તેને ઝૂકીને નમન કરતો દેખાયો હતો. આ સિવાય બધા ખેલાડીઓ સહિત સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
Next up is Sarfaraz Khan with a base price of INR 20 Lakh.
— IndianPremierLeague (@IPL) December 19, 2023
He is UNSOLD.#IPLAuction | #IPL
એક સમયે સરફરાઝ ખાન ડોમેસ્ટિક ક્રિકેટનો ડોન બ્રેડમેન કહેવાતો હતો. તેણે એક મેચમાં 10 બોલમાં 35 રન ફટકારી દીધા હતા. તેણે સ્વિંગ ઓફ સુલતાન કહેવાતા ભૂવનેશ્વર કુમારની એક ઓવરના સતત 5 બોલ પર 5 બાઉન્ડ્રી ફટકારી હતી. 19 મી ઓવરમાં તેણે 1 સિક્સ અને 4 ચોક્કા માર્યા હતા. આ ઓવરમાં ભૂવીને 28 રન પડ્યા હતા, જ્યારે મેચમાં કુલ 55 રન તેણે આપી દીધા હતા. એ સીઝનમાં ભૂવી 23 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર હતો, પરંતુ સરફરાઝ ખાને તેને બહુ રન ફટકાર્યા હતા.
IPL સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં તો સરફરાઝ ખાનના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. સરફરાઝે ડોમેસ્ટિક ક્રિકેટમાં ટ્રીપલ સેચ્યુરી પણ ફટકારી છે, ત્યાર બાદ તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી ગઈ હતી. પરંતુ બોલરોના પરસેવો છોડાવનાર સરફરાઝ પર આ IPL ઓક્શનમાં કોઈએ 20 લાખની પણ બોલી નહોતી લગાવી.
સરફરાઝ ખાનની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતા. તે ગઈ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સાથે હતો, તેને ફ્રેન્ચાઇઝીએ 2022 મેગા ઓક્શનમાં બેઝ પ્રાઇઝ 20 લાખની બોલી લગાવીને ટીમમાં લીધો હતો. જ્યારે ગઈ સીઝનમાં તને રિટેઇન કરવામાં આવ્યો હતો, જો કે ગઈ સીઝનમાં તેને રમવા માટે ફક્ત 4 મેચ જ મળી હતી. આ દરમિયાન તેણે 53 રન જ બનાવ્યા હતા. તેના ઓવરઓલ IPL કરિયરની વાત કરીએ તો 50 મેચોમાં 22.50 ની સરેરાશથી 585 રન બનાવ્યા છે, જ્યારે તેની સ્ટ્રાઇક રેટ 130.58ની રહી છે. સરફરાઝનો સૌથી મોટો પ્રોબ્લેમ તેની ફીટનેસ રહી છે, જેના કારણે તેને ઘણીવાર ટીમની બહાર બેસવું પડવું પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp