સાઉદી અરબનો IPLમાં અબજો કમાવવાનો પ્લાન, આપી આ ઓફર

PC: InsideSport.com

સાઉદી અરબની નજર હવે ફૂટબોલ બાદ IPL પર છે. સાઉદી IPLમાં અબજો ડૉલરોનું રોકાણ કરવા માગે છે. આ પહેલા સાઉદી ફૂટબોલ અને ગોલ્ફમાં રોકાણ કરી ચૂક્યું છે. હવે ક્રિકેટ પર તેની નજર છે. જેને લઇ સાઉદીએ ખાસ પ્લાન બનાવ્યો છે.

સાઉદી અરબ દુનિયાની બીજી સૌથી મોટી રમતમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહી છે. આના દ્વારા સાઉદીની કોશિશ પોતાને આંતરરાષ્ટ્રીય રમતોમાં સ્થાપિત કરવાની છે. સાઉદીનો પ્રસ્તાવ છે કે IPLને એક હોલ્ડિંગ કંપનીમાં બદલવામાં આવે. રિપોર્ટ અનુસાર, ક્રાઉનસ પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ પોતાની આ યોજનાને લઇ ભારત સરકારના અધિકારીઓ સાથે પણ વાત કરી છે.

સાઉદી અરબે ગોલ્ફ અને ફૂટબોલ પછી ક્રિકેટના ટોપ ક્લબમાં પ્રવેશ કરવાનો પ્લાન બનાવ્યો છે. જોકે, ક્રિકેટમાં સાઉદી અરબની એન્ટ્રી નેશનલ ક્રિકેટના માધ્યમથી નહીં બલ્કે ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ IPLમાં હિસ્સેદારી ખરીદીવાની યોજના છે. સાઉદી અરબમાં ટી20 લીગના નિષ્ફળ પ્રયાસો પછી IPLમાં હિસ્સેદારી ખરીદવાની વાતો સામે આવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરબ BCCI સાથે મળીને ટી20 લીગ શરૂ કરવા માગે છે અને તેના માટે BCCI સાથે ચર્ચા પણ ચાલી રહી છે. જોકે, આ મામલામાં હાલની રિપોર્ટ પછી સાઉદી અરબ એક અલગ રણનીતિની સાથે સાઉદીના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ 5 બિલિયન ડૉલર સુધીનું રોકાણ કરવા માગે છે.

બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ IPLને લઇને ભારત સરકારના અધિકારીઓ સાથે સંપર્ક પણ કર્યો છે. આ મામલામાં સાઉદી ઈચ્છે છે કે IPLને પોતાના 5 બિલિયન ડૉલરના રોકાણની સાથે 30 બિલિયન ડૉલરની હોલ્ડિંગ કંપની બનાવવામાં આવે. સપ્ટેમ્બરમાં જ્યારે સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ જી20 શિખર સંમ્મેલનમાં સામેલ થવા ભારત આવ્યા હતા, તે દરમિયાન ભારત આવેલા સાઉદી અધિકારીઓએ આ મામલા પર ભારતીય સમકક્ષની સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.

તમને જણાવીએ કે, IPLમાં પહેલાથી જ સાઉદીના બે વ્યવસાય- સાઉદી અરબ પર્યટન અને અરામકો સામેલ છે. ભારતની આ ક્રિકેટ લીગ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે અને આથી તેનો આટલો વિસ્તાર થતો જઇ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગનો વિસ્તાર ભારતથી વધારીને સાઉથ આફ્રિકા અને અમેરિકા સુધી થઇ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર અને BCCI સાઉદી અરબના આ પ્રસ્તાવ પર વિચાર કરી મંજૂર થાય છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp