એક સમયે ધોની સાથે થતી હતી તુલના, હવે 34 વર્ષની ઉંમરમાં લઇ લીધો સંન્યાસ

PC: khelnow.com

ભારતીય ટીમના એક સ્ટાર ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડી 34 વર્ષીય સૌરભ તિવારી છે. ઝારખંડના આ ખેલાડીની એક સમયે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ તુલના થતી હતી. સૌરભ પણ ધોનીની જેમ જ લાંબા વાળ રાખતો હતો. તેને ઝારખંડનો નાનો ધોની પણ કહેવામાં આવે છે. સૌરભ તિવારીએ ભારતીય ટીમ માટે 20 ઑક્ટોબર 2010ના રોજ ડેબ્યૂ કર્યું હતું.

તેણે પહેલી ઇન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, જ્યારે અંતિમ મેચ એ જ વર્ષ 10 ડિસેમ્બરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે જ રમી હતી. સૌરભ તિવારી અત્યાર સુધી પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં માત્ર 3 વન-ડે જ રમી શક્યો છે. તેમ તેણે 2 ઇનિંગમાં 49 રન બનાવ્યા. નોટઆઉટ 37 રન તેનો બેસ્ટ સ્કોર રહ્યો. જો કે, સૌરાભનું ફર્સ્ટ ક્લાસ કરિયર શાનદાર રહ્યું છે. તેણે ઝારખંડ માટે રમતા અત્યાર સુધી 115 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, જેમાં 47.61ની શનાર એવરેજથી 8030 રન બનાવ્યા.

આ દરમિયાન 22 સદી અને 34 અડધી સદી ફટકારી. સૌરભ તિવારીએ અત્યાર સુધી 116 લિસ્ટ A અને 181 T20 મેચ રમી છે. સૌરભે 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી દીધી હતી. તેણે 17 વર્ષની ઉંમરમાં પોતાની ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. સૌરભ તિવારી વર્ષ 2008માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ હિસ્સો હતો. ઉલ્લેખનીય છે કે, સૌરભ છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની ઇજાથી ઝઝૂમી રહ્યો હતો.

હાલમાં તે પોતાની ઘરેલુ ટીમ ઝારખંડ માટે રણજી ટ્રોફી રમી રહ્યો છે. સૌરભ જણાવ્યું કે, 16 ફેબ્રુઆરીથી શરૂ થનારી રાજસ્થાન વિરુદ્વ મેચમાં તે અંતિમ વખત નજરે પડશે. અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ સૌરભ તિવારીને IPLમાં અવસર મળ્યો. તેને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો. ત્યારબાદ 2011ના ઓક્શનમાં સૌરભને RCBએ ખરીદ્યો. 2014માં તેને દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ ખરીદ્યો, પરંતુ આ દરમિયાન ફોર્મે સૌરભનો સાથ ન આપ્યો અને તેનું પ્રદર્શન સતત નીચે જતું ગયું.

2014 બાદ ખભામાં ઇજા થઈ અને તે ખોવાઈ જેવો ગયો. આ દરમિયાન તે દિલ્હી અને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો. ત્યારબાદ 31 વર્ષની ઉંમરમાં સૌરભને 2021માં ફરીથી મુંબઇએ પોતાની ટીમમાં સામેલ કર્યો, પરંતુ અહી પણ તે પોતાની ચમક વિખેરી ન શક્યો. સૌરભે IPLમાં કુલ 93 મેચ રમી. આ દરમિયાન તેણે 28.73ની એવરેજથી 1494 રન બનાવ્યા. તેની સ્ટ્રાઈક રેટ 120.1ની રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp