CSKવાળા ધોનીને... સેહવાગે પોતાનું દર્દ જણાવતા ધોની પર આ શું કહી દીધું?

PC: hindustantimes.com

મહેન્દ્ર સિંહ ધોની, મેન, મિથ અને લિજેન્ડે પોતાની અંતિમ IPL મેચ રમી લીધી છે. આ વાતો બધા સુધી પહોંચી ચૂંકી છે, પરંતુ કોઇ પણ વ્યક્તિ તેના પર ભરોસો કરવા તૈયાર નથી. પછી તે સામાન્ય ફેન હોય, કે પૂર્વ ક્રિકેટર કે અત્યારે ભારતીય ટીમ માટે રમતા દિગ્ગજ. બધા લોકો કન્ફ્યૂઝ છે. ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ બાદ વિરેન્દર સેહવાગે કહ્યું કે, ‘છેલ્લા 2-3 વર્ષથી આપણે આ ટોપિક પર વાત કરી રહ્યા છીએ.

હું તો કહી દઉં કે આ કદાચ અંતિમ મેચ હતી. મેં પહેલા પણ કહ્યું હતું કે એક મોમેન્ટ હું જોવા માગીશ કે મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ સીઝન હોય અને તે હસતો હસતો જાય. આ વર્ષે તેઓ પ્લેઓફમાં ન પહોચ્યા, પરંતુ તેણે પોતાના અને ચેન્નઇ માટે શાનદર ક્રિકેટ રમી. અગામી વર્ષે તે આવે તો પણ ઑલ ધ બેસ્ટ છે, ન આવ્યો તો તેના ભવિષ્ય માટે ઑલ ધ બેસ્ટ. મને તો એમ લાગી રહ્યું છે કે કદાચ લાસ્ટ છે.

આ શૉમાં ઉપસ્થિત મોહમ્મદ શમીના વિચાર પણ કંઇક એવા જ હતા. તેણે કહ્યું કે, આમ તમે જે આશા રાખી રહ્યા છો, મને લાગતું નથી કે આવશે, પરંતુ હા આ વર્ષે મને પણ લાગ્યું હતું કે પોતે જ બોલી દેશે. પરંતુ હવે નથી લાગતું કે તે બોલશે. જે ફોર્મ ચાલી રહ્યું છે, જે તેનું રિધમ ચાલી રહ્યુ છે. તેને ધોની ખૂબ એન્જોઇ કરી રહ્યો છે અને મને લાગે છે કે જ્યા સુધી તમે એન્જોઇ કરી રહ્યા છો, ત્યાં સુધી તમારે રમવું જોઇએ.

શમીની વાત સાંભળીને સેહવાગથી ન રહેવાયું. તેણે ધોનીનો ઉલ્લેખ કરતા પોતાનો દર્દ શેર કર્યો. સેહવાગ બોલ્યો, એ તો બરાબર છે, પરંતુ જ્યા સુધી ફ્રેન્ચાઇઝી ઇચ્છશે ત્યાં સુધી તો રમી શકશે, જો ફ્રેન્ચાઇઝી તેને ફોર્સ કરે તો જરુર રમે. હું પણ એન્જોઈ કરી રહ્યો હતો, પરંતુ મને કોઇએ ન રમાડ્યો. એન્જોઇ અલગ છે. હું એક જનરલ વાત કહી રહ્યો છું કે એન્જોયમેન્ટ પ્લેયરનું છે. બરાબર વાત છે. એન્જોયમેન્ટ ખેલાડીનું છે, પરંતુ કેટલીક વખત તમને બળજબરીપૂર્વક બોલી દેવામાં આવે છે કે બસ થઈ ગયું હવે તમે જાવ, પરંતુ ચેન્નઇમાં એવું નથી.

સેહવાગે કહ્યું કે, એ ફ્રેન્ચાઇઝી ઇચ્છે છે કે, ધોની તેના માટે રમે કેમ કે ધોનીના કારણે ચેન્નઇની ફેન ફોલોઇંગ શાનદાર છે. જ્યાં પણ તે જાય છે, પીળા કપડાં જ નજરે પડે છે. બેંગ્લોર સામેની મેચમાં CSK- CSKના અવાજ આવી રહ્યા હતા. સેહવાગે સ્પષ્ટ કહ્યુ કે, તેની ફ્રેન્ચાઇઝીએ તેને બળજબરીપૂર્વક રિટાયર થવા મજબૂર કર્યો. સાથે જ એ ઇશારો પણ કર્યો કે, CSKવાળા ધોનીને એટલી સરળતાથી રિટાયર થવા નહી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp