સેહવાગ કોણ? રિપોર્ટરના સવાલ પર રોષે ભરાયો શાકિબ, વીરુએ સંન્યાસની આપેલી સલાહ!
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને એક સવાલના જવાબમાં પૂછી લીધું કે, કોણ વિરેન્દર સેહવાગ? આ ઘટના T20 વર્લ્ડ કપમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘટી. હકીકતમાં વિરેન્દર સેહવાગે T20 વર્લ્ડ કપમાં શાકિબ અલ હસનના ખરાબ પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યો હતો. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાર બાદ વિરેન્દર સેહવાગે કહ્યું હતું કે, તું એક બાંગ્લાદેશી ખેલાડી છે. કોઈ મેથ્યૂ હેડન કે એડમ ગિલક્રિસ્ટ નથી. સાથે જ વીરુએ શાકિબને T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું પણ સૂચન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમ દક્ષિણ આફ્રિકન 114 રનોના લક્ષ્ય સામે હારી ગઈ હતી. એક સમયે બાંગ્લાદેશી ટીમ પૂરા કંટ્રોલમાં હતો, પરંતુ ત્યારબાદ તે 4 રનથી મેચ હારી ગઈ. આ દરમિયાન શાકિબ અલ હસન 4 બૉલમાં 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરના આ ખાસ પ્રદર્શનને લઈને વિરેન્દર સેહવાગે સખત ટિપ્પણી કરી હતી.
જો કે, T20 વર્લ્ડ કપની આગામી મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ શાકિબ અલ હસને શાનદાર રમત દેખાડી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો. ત્યારબાદ શાકિબને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. રિપોર્ટરે પૂછ્યું કે, આ મેચ અગાઉ તમારા પ્રદર્શનને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વિરેન્દર સેહવાગે પૂછ્યું કે.. ત્યાર જ રિપોર્ટરનો સવાલ પૂરો પણ થયો નહોતો કે શાકિબ અલ હસન પૂછવા લાગ્યો કોણ વિરેન્દર સેહવાગ?
શાકિબના અંદાજથી સ્પષ્ટ નજરે પડી રહ્યું હતું કે તેને પોતાની નિંદા પસંદ આવી નથી. વિરેન્દર સેહવાગે કહ્યું હતું કે, ગત વર્લ્ડ કપ દરમિયાન મને લાગ્યું કે હવે કદાચ શાકિબને T20 ફોર્મેટમાં ક્યારેય સિલેક્ટ કરવામાં નહીં આવે. તેના સંયસનો ટાઇમ તો ખૂબ પહેલા આવી ગયો હતો. શાકિબ અલ હસનની નિંદા કરતા સેહવાગ અહી જ ન રોકાયો. તેણે કહ્યું કે, તમારે એ વાત સમજવી જોઈએ કે તું એક બાંગ્લાદેશી ખેલાડી છે, કોઈ એડમ ગિલક્રિસ્ટ કે મેથ્યૂ હેડન નથી.
તેણે કહ્યું હતું કે, તારે પુલ કે હૂક શૉટ રમવાની જગ્યાએ મેચના હિસાબે રમવું જોઈએ. પોતાની સ્ટ્રેન્થના હિસાબે બેટિંગ કરવી જોઈએ. ઓછામાં ઓછો થોડો સમય પીચ પર તો વિતાવ. તું એટલો સીનિયર ખેલાડી છો. તું આ ટીમના કેપ્ટન રહી ચૂક્યો છે. તે હાલના નંબર પર તને તો શરમ આવવી જોઈએ. સેહવાગે શકીબને સલાહ આપતા કહ્યું કે, તારે તો કહી દેવું જોઈએ કે હવે બહુ થયું. હું હવે સંન્યાસ લઈ રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp