ગંભીર ભૂલ! દિનેશ કાર્તિકે મુખ્ય કોચને સંભળાવતી વખતે શું કહ્યું?

PC: BCCI

બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. શુભમન ગિલની ગરદનમાં જકડાઈ હતી. તે આ ટેસ્ટમાં રમ્યો નહોતો. અને તેના કારણે વિરાટ કોહલીને ત્રીજા નંબરે બેટિંગ કરવી પડી હતી. જ્યારે તેનો ફેવરિટ સરફરાઝ ખાન ચોથા નંબર પર રમ્યો હતો. આ બંને પ્રથમ દાવમાં ખાતું પણ ખોલી શક્યા ન હતા અને હવે પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે કોચના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.

કાર્તિકનું માનવું છે કે, KL રાહુલ અથવા સરફરાઝ ખાને આ મેચમાં ત્રીજા નંબરે રમવું જોઈતું હતું. મીડિયા સૂત્ર સાથે વાત કરતા તેણે કહ્યું કે, 'હું વિરાટ કોહલીની સાઈડ નથી લઇ રહ્યો. તેની પાસે રમતના મહાન બેટ્સમેનોનો સ્વભાવ અને ટેકનિક છે. જો હું કોઈ ફેરફાર કરીશ, તો તે એટલા માટે હશે કારણ કે મને વિશ્વાસ છે કે તે ખેલાડી તે નંબર પર સારો દેખાવ કરશે, અને એટલા માટે નહીં કે હું વિરાટ કોહલીને બચાવવા માંગુ છું. તે દરેક ODIમાં ત્રીજા નંબરે રમે છે, T20માં ઓપનિંગ કરે છે, હવે તમે કહી શકો છો કે બોલ અલગ હોય છે. બોલ એટલો મુવ નથી કરતો. તે બરાબર છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી માટે ચોથો નંબર જ સર્વશ્રેષ્ઠ છે.

આ વાતચીતમાં કાર્તિકે કોહલીના વખાણ પણ કર્યા હતા. તે એ વાતથી ખૂબ ખુશ હતો કે કોહલીએ જવાબદારી ઉપાડી અને ત્રીજા નંબર પર આવવાનું જોખમ લીધું. જોકે આ નિર્ણય સારો સાબિત થયો ન હતો. પરંતુ કાર્તિકના મતે ટીમના ખરાબ પ્રદર્શનનો મોટાભાગનો શ્રેય કોચ ગંભીરને જાય છે. કાર્તિકે કહ્યું, 'વિરાટની પણ પ્રશંસા કરવી પડશે. તે સરળતાથી કહી શક્યો હોત, ના, મને ફક્ત ચોથા નંબર પર રમવા દો. કારણ કે તમે ત્રીજા નંબર પર KL રાહુલ અથવા સરફરાઝ ખાનને મોકલી શકો છો. અહીં કોચ કહે છે, ઠીક છે, હું જોઈશ. પરંતુ હકીકત એ છે કે વિરાટે કહ્યું, હું ત્રીજા નંબર પર રહીને ખુશ છું. આ તેમની માનસિકતા સમજાવે છે. પરિણામ એક અલગ બાબત છે, દેખીતી રીતે આજે તે તેમની તરફેણમાં ગયા નથી.

પરંતુ હકીકત એ છે કે, આજે ભારતીય ટીમ એવા તબક્કે છે જ્યાં લોકો કોચની વિચારસરણીને અપનાવવા અને તેનું સન્માન કરવા તૈયાર છે. હું એમ નહીં કહું કે આ સાચો નિર્ણય છે. મને હજુ પણ લાગે છે કે KLને ત્રીજા નંબર પર રમવું જોઈતું હતું, હું એવું જ વિચારું છું. હું ચોક્કસપણે ગંભીરના એ વિચાર સાથે સહમત નથી કે બેટિંગ ક્રમ એ જ રહેવો જોઈએ, જેથી તેના વિચારોમાં સાતત્ય રહે અને અંતે પરિણામ આવે.'

વિરાટ આઠ વર્ષ પછી ટેસ્ટમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. અને આ નિર્ણય તેમના માટે સાવ ખોટો સાબિત થયો. વિરાટ નવ બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો. ટેસ્ટના પ્રથમ દાવમાં કુલ પાંચ ભારતીય બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. 20 રન બનાવનાર રીષભ પંત આ ઈનિંગનો ટોપ સ્કોરર હતો, ઓપનર યશસ્વી જયસ્વાલે 13 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ પાંચ વિકેટ ઝડપી હતી. ભારતનો પ્રથમ દાવ માત્ર 46 રનમાં જ સમેટાઈ ગયો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રન બનાવ્યા હતા. ટીમ માટે રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી, જ્યારે ડેવોન કોનવેએ 91 અને ટિમ સાઉથીએ 65 રન ઉમેર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp