LSG વિવાદ વચ્ચે ગંભીરે કહ્યું- શાહરૂખ ડાઉન ટુ અર્થ,નિર્ણયોમાં દખલ નથી દેતા...

PC: BCCI

એક તરફ જ્યાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોયન્કા અને કેપ્ટન KL રાહુલ વચ્ચેની ઉગ્ર ચર્ચા હેડલાઇન્સમાં છે, ત્યારે ગૌતમ ગંભીરે બોલિવૂડ સુપરસ્ટારના વખાણ કરતાં કંઈક એવું કહ્યું છે જે ફ્રેન્ચાઈઝી માલિકોની આંખ ખોલનારી છે. તેણે કહ્યું કે, તેના માટે શાહરૂખ સૌથી શ્રેષ્ઠ માલિક છે, જેની સાથે તેણે ક્યારેક કામ કર્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ હતો. આ એ જ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ છે, જેના કેપ્ટન KL રાહુલ અને માલિક સંજીવ ગોયન્કા છે.

ગૌતમ ગંભીર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન હતો, કારણ કે તેણે ટીમને બે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલ અપાવ્યું હતું અને 2024માં માર્ગદર્શક તરીકે ટીમમાં પાછો ફર્યો હતો. ગંભીર અને ટીમના માલિક શાહરૂખ ખાન વચ્ચે એક શાનદાર સંબંધ છે.

ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, મારા તેમની સાથે સારા સંબંધ છે. મારા માટે તે શ્રેષ્ઠ માલિક છે, જેની સાથે મેં કામ કર્યું છે. આનું કારણ માત્ર એ જ નથી કે તે વિનમ્ર છે, પરંતુ તે ખૂબ જ ડાઉન ટુ અર્થ પણ છે. મને નથી લાગતું કે, તેમણે ક્યારેય ક્રિકેટની બાબતોમાં દખલગીરી કરી હોય અને મારા જેવા વ્યક્તિ માટે તે બહુ મોટી વાત છે, કારણ કે તમને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે. તમારી પાસે સ્વતંત્રતા છે અને વિશ્વાસ છે કે, હું જે પણ નિર્ણય લઈશ, અને મને ખબર છે કે, તેઓ મને સમર્થન કરશે.

તેમણે આગળ કહ્યું, સૌથી મહત્વની વાત એ છે કે, તેથી જ અમને પરિણામો પણ મળ્યા છે. મારો તેની સાથે ખૂબ જ સારો સંબંધ છે, માત્ર હમણાં જ નહીં, પરંતુ હું 2011માં KKR સાથે જોડાયો ત્યારથી. પણ જેમ તમે કહ્યું તેમ, શાહરુખ એક લાગણી છે. મને લાગે છે કે KKR મારા માટે પણ લાગણી સમાન છે. તેથી મને લાગે છે કે, જ્યારે કોઈ સંબંધ વિશ્વાસ પર શરૂ થાય છે, ત્યારે તે વિશ્વાસ ઘણો આગળ વધે છે.

તેણે કહ્યું, આ અમારી વચ્ચેનો વિશ્વાસ છે, કારણ કે હું જાણું છું કે તેઓ ક્યારેય ક્રિકેટના મામલામાં પોતાની જાતને સામેલ કરશે નહીં અને તે જાણે છે કે, હું જે પણ નિર્ણય લઈશ તે ટીમના સર્વોચ્ચ હિતમાં હશે, બીજી કોઈ વસ્તુ માટે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp