ભારતીય ટીમના આ ખેલાડીએ લીધો સંન્યાસ, માત્ર 2 જ મેચ રમીને પૂરું થઈ ગયું કરિયર

PC: cricket.one

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ સમયે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમના એક ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીનું ઇન્ટરનેશનલ કરિયર કંઇ ખાસ રહ્યું નથી અને માત્ર 2 ટેસ્ટ મેચ રમ્યા બાદ જ આ ખેલાડી વધુ અવસર ન મળી શક્યા. જો કે, આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી કોઈ બીજો નહીં, પરંતુ ઝારખંડનો સ્ટાર ખેલાડી શાહબાજ નદીમ છે. શાહબાજ નદીમે ત્રણેય ફોર્મેટમાંથી અચાનક સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.

તેને ઘણા લાંબા સમયથી ભારતીય ટીમનમાં વાપસીની આશા હતી, પરંતુ અવસર ન મળવાના કારણે તેણે અંતે નિર્ણય લઈ જ લીધો. શાહબાજ નદીમ આ સીઝનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અનસોલ્ડ રહ્યો હતો. કોઈ પણ ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં રુચિ દેખાડી નહોતી. તેણે સ્પષ્ટ કહ્યું છે કે તે અન્ય લીગોમાં ભાગ લેતો રહેશે એટલે કે તે વિદેશી T20 લીગોમાં રમવા પર ધ્યાન આપી રહ્યો છે. બીજી તરફ તેણે પોતાની અંતિમ રેડ બૉલ મેચ રણજી ટ્રોફીમાં રાજસ્થાન વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે હવે ઘરેલુ ક્રિકેટમાં પણ રમતો નજરે નહીં પડે.

 
 
 
View this post on Instagram

A post shared by Shahbaz Nadeem (@shahbaz1208)

શાહબાજ નદીમે પોતાના ઘરેલુ કરિયરને સમાપ્ત કરવાની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. તેણે ઇન્સ્ટા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું કે, હું લાંબા સમયથી પોતાના સંન્યાસ પર વિચાર કરી રહ્યો હતો અને હવે મેં નિર્ણાય લીધો છે કે હું ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. નદીમે એક સ્પોર્ટ્સ વેબસાઈટને જણાવ્યું કે, મને હંમેશાં લાગે છે કે જ્યારે તમારી પાસે કંઈક પ્રેરણા હોય છે તો તમે પોતાને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરતા રહો છો. જો કે, હવે મને ખબર પડી છે કે મને ભારતીય ટીમમાં અવસર નહીં મળે. એટલે સારું હશે કે હું યુવા ક્રિકેટરોને અવસર આપું. હવે હું દુનિયાભરની T20 લીગમાં રમવાની યોજના બનાવી રહ્યો છું.

શાહબાજ નદીમના કરિયર પર નજર નાખીએ તો તેણે ભારત માટે વર્ષ 2019માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. એ મેચ બાદ તેને વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાનો અવસર મળ્યો. આ 2 મેચો બાદ તેને એક વખત પણ ભારત માટે રમવાનો અવસર ન મળી શક્યો. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કંઇ ખાસ પ્રદર્શન કર્યું નહોતું અને 2 ટેસ્ટ મેચોમાં 8 જ લઈ શક્યો હતો. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના આંકડા ખૂબ જ શાનદાર છે. તેણે 140 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 542 વિકેટ, તો 134 લિસ્ટ A મેચોમાં 175 વિકેટ લીધી હતી. IPLમાં તે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. જ્યાં તેણે 72 મેચોમાં 48 વિકેટ લીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp