6,4,4,4,6.. આફ્રિદીના જમાઈને ન્યૂઝીલેન્ડના બેટ્સમેને ધોઇ નાખ્યો

PC: dawn.com

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પહેલી  ઇન્ટરનેશનલ મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શાહીન શાહ આફ્રિદી કેપ્ટન તરીકે પહેલી વખત ટીમની કમાન સંભાળી રહ્યો હતો. જો કે, બોલર તરીકે શાહીન શાહ આફ્રિદી માટે આ મેચ કોઈ ખરાબ સપનાથી ઓછી ન રહી. ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન ફીન એલને આફ્રિદીની પૂરી રીતે લય બગાડી નાખી અને તેની બીજી ઓવરમાં 24 રન બનાવી નાખ્યા.

T20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે પહેલી વખત મેદાન પર ઉતરેલા શાહીન શાહ આફ્રિદીએ મેચની પહેલી ઓવર શાનદાર નાખી. આફ્રિદીએ બીજા જ બૉલ પર ડેવોન કોનવેને ગોલ્ડન ડક પર આઉટ કરી દીધો અને અને પહેલી ઓવરમાં માત્ર એક રન ખર્ચ કર્યો. જો કે, બીજી ઓવરમાં ફીન એલને આફ્રિદીની લય બગાડવામાં કોઈ કસર ન છોડી. ફીન એલને શાહીન શાહ આફ્રિદીની બીજી ઓવરની શરૂઆત શાનદાર સિક્સ સાથે કરી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના ઓપનરે આગામી 3 બૉલ પર ચોગ્ગાઓની હેટ્રીક લગાવી દીધી.

ઓવરના પાંચમા બૉલ પર ફીન એલને ફરી એક વખત હવાઈ યાત્રા પર મોકલ્યો અને ઓવરથી 24 રન બનાવી નાખ્યા. આફ્રિદીની બીજી ઓવરમાં ફીન એલને 3 ફોર અને બે સિક્સ લગાવ્યા. શાહીન આફ્રિદીએ ઓકલેન્ડમાં રમાયેલી T20 મેચમાં પોતાની 4 ઓવરની સ્પેલમાં 46 રન લૂંટાવ્યા. કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચને આફ્રિદી બોલિંગના હિસાબે જરાય પણ યાદ નહીં રાખવા માગે. જો કે, પાકિસ્તાની કેપ્ટને 3 વિકેટ લીધી. પહેલી T20 ઇન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 226 રન સ્કોર બનાવ્યો હતો.

ટીમ તરફથી ડેરિલ મિચેલે 27 બૉલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. કેપ્ટન કેન વિલિયમ્સને 42 બૉલમાં 57 રન જોડ્યા. મિચેલે 4 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. તો ફીન એલને 15 બૉલમાં 35 રન ઠોક્યા. તો માર્ક ચેપમેને 11 બૉલમાં 26 રન બનાવ્યા. 227 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 180 રન પર જ ઢેર થઈ ગઈ. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બાબર આઝમે 57 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડે પહેલી T20 મેચ 46 રનથી પોતાના નામે કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp