જમાઈને કેપ્ટનપદેથી હટાવાતા આફ્રિદી ગરમ, બોલ્યો- બદલવો જ હતો તો...

PC: PCB

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહિદ આફ્રિદીના જમાઈ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદીને ઝટકો આપતા તેની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરી દીધી છે અને બાબર આઝમને ફરી એકવાર લિમિટેડ ઓવર્સ ક્રિકેટનો કેપ્ટન બનાવી દેવાયો છે. આ અંગે શાહીદ આફ્રિદીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું સિલેક્શન કમિટીના ખૂબ જ અનુભવી ક્રિકેટરોના નિર્ણયથી હેરાન છું. મારું હવે માનવું છે કે, જો બદલાવ જરૂરી હતો તો રિઝવાન સૌથી સારો વિકલ્પ હતો. જો કે હવે ફેસલો લેવાઈ ગયો છે, તે પાકિસ્તાન ટીમ અને બાબર આઝમને ફૂલ સપોર્ટ આપશે અને શુભેચ્છાઓ આપું છું.

આફ્રિદીએ મીડિયાને જણાવ્યું હતું કે, મને લાગે છે કે તમે કોઈને કેપ્ટન બનાવ્યો હોય અને જવાબદારી આપી હોય તો, થોડો સમય પણ આપી દેત. આપણા ક્રિકેટનો આ સૌથી મોટો વાંધો છે કે જ્યારે પણ બોર્ડમાં ચહેરા બદલાય છે, તો આપણી સિસ્ટમ બદલાઈ જાય છે. જે પણ આવે છે એવું જ વિચારે છે કે તે જે કરે છે તે પાકિસ્તાન ક્રિકેટ માટે સૌથી સારું છું. જો તમે કેપ્ટન બદલો છો તો એનો અર્થ એ થાય કે તમે ખોટો નિર્ણય લીધો હતો અથવા જૂનો કેપ્ટન હતો એને બદલવાનો નિર્ણય ખોટો હતો.

પાકિસ્તાન ક્રિકેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાબર આઝાદ T20 અને વન-ડે ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટન્સી સંભાળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સિલેક્શન સમિતિની ભલામણ બાદ બાબર આઝમને આ જવાબદારી આપી છે. શાન મસૂદ ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યો રહેશે. ભારતની મેજબાનીમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સી છોડી દીધી હતી.

પછી T20 શાહીન શાહ આફ્રિદીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે ટેસ્ટમાં શાન મસૂદને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જો કે, કેપ્ટન બદલાયા બાદ પણ પાકિસ્તાની ટીમનું પ્રદર્શન કંઇ ખાસ ન રહ્યું. પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ 2023માં ગ્રુપ સ્ટેજથી જ બહાર થઈ ગઈ હતી. તેણે 9માંથી માત્ર 4 જ મેચ જીતી હતી અને તે પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબર પર રહી હતી. બાબર આઝમ પોતે પણ બેટિંગમાં કંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. ઘણા દિગ્ગજો અને ફેન્સે તેની ખૂબ નિંદા કરી હતી. એવામાં બાબર આઝમે 15 નવેમ્બર 2023ના રોજ પાકિસ્તાન ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી.

જો કે, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષે તેને ફરીથી કેપ્ટન્સી સોંપવાનો નિર્ણય લીધો. બાબર આઝમે અત્યાર સુધી 134 ઇન્ટરનેશનલ મેચોમા પાકિસ્તાન ટીમની કેપ્ટન્સી કરી છે. આ દરમિયાન ટીમને 78 મેચોમાં જીત મળી છે. જ્યારે 44 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 1992ના વર્લ્ડ કપ વિજેતા ઈમરાન ખાન બાદ બાબર બીજો સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે શાહીન શાહ આફ્રિદીને એ બતાવવામાં આવ્યું હતું કે, બાબર આઝમને કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે તો તેણે એક જ સવાલ બોર્ડને કર્યો હતો કે તેણે શું ભૂલ કરી છે. શાહીન શાહ આફ્રિદીએ માત્ર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમની કેપ્ટન્સી કરી, જ્યાં ટીમને હાર મળી, પરંતુ એક સીરિઝના પરિણામના આધાર પર કેપ્ટન બદલાવો કેટલો યોગ્ય? આ મોટો સવાલ બધા માટે છે. શાહીન શાહ આફ્રિદીના આ સવાલનો જવાબ બોર્ડ પાસે નહોતો. છતા તેની પાસે T20ની કેપ્ટન્સી છીનવી લેવામાં આવી.

બાબર આઝમની કેપ્ટન્સીનો રેકોર્ડ

ટેસ્ટ મેચ: 20

જીત: 10

હાર: 6

ડ્રો: 4

વન-ડે: 43

જીત: 26

હાર: 15

ટાઈ: 1

કોઈ પરિણામ નહીં: 1

T20 ઇન્ટરનેશનલ: 71

જીત: 42

હાર: 23

કોઈ પરિણામ નહીં: 6.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp