શાકિબે જણાવ્યું- બાંગ્લાદેશને પાકિસ્તાન સામે જીત અને ભારત વિરુદ્વ હાર કેમ મળી
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પાકિસ્તાન વિરુદ્ધ મળેલી જીતની સૌથી મોટું કારણ બતાવ્યું છે. તેમનું માનવું છે કે બાંગ્લાદેશની તુલનામાં પાકિસ્તાનની ટીમ ઓછી અનુભવી હતી અને ટેસ્ટમાં અનુભવ ખૂબ કામ આવે છે. તેણે સ્વીકાર્યું કે ભારતનો ટેસ્ટ પ્રવાસ કરવો સૌથી મુશ્કેલ છે અને તેમના સ્ટાર ખેલાડીઓને જોતા પીચથી વધુ ફરક પડતો નથી. બાંગ્લાદેશે ભારત આવવા અગાઉ પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ 2-0થી જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શાકિબ અલ હસને બંને ટીમો વચ્ચે તુલના કરતા કહ્યું કે, ‘પાકિસ્તાનની ટીમ અપેક્ષાકૃત નવી ટીમ છે. અનુભવની બાબતે કહું તો અમને તેમનાથી વધુ અનુભવ છે અને ટેસ્ટ ક્રિકેટમાં મને લાગે છે કે એ એક ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. શાકિબને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારતનો પ્રવાસ વાસ્તવમાં મુશ્કેલ હોય છે? આ સવાલ પર તેણે કહ્યું કે, જો તમે બીજા દેશને જુઓ તો ક્યારેક ક્યારેક એક કે બે મેચ હારી જાય છે, પરંતુ ભારતમાં તમે તેને ટેસ્ટ મેચોમાં હરતા કદાચ જ જુઓ છો. એટલે તમે સાચા છો.
બાંગ્લાદેશી ટીમ વર્ષ 2000 બાદ ભારત સામે પોતાની પહેલી ટેસ્ટ જીતનો પ્રયાસ કરી રહી છે. બંને ટીમો એક બીજા વિરુદ્ધ 14 વખત રમી ચૂકી છે, જેમાં ભારતીય ટીમે 12 મેચ જીતી છે, જ્યારે બાકી 2 ડ્રો રહી. શાકિબ અલ હસને કહ્યું કે, અમે બાંગ્લાદેશમાં વન-ડે સીરિઝમાં તેમની સામે જીત હાંસલ કરી. અમે બાંગ્લાદેશમાં ટેસ્ટ મેચમાં તેમની વિરુદ્ધ મેચ જીતવાની ખૂબ નજીક હતા. ટેસ્ટ ક્રિકેટમાં અમને એવી સફળતા મળી નથી, જેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી ટેસ્ટમાં અમારી પાસે વધુ એક તક હશે.
તેણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે ચેન્નાઇમાં અમે ટુકડાઓમાં સારી રમત રમી, પરંતુ સાડા ત્રણ દિવસમાં મેચ ખતમ કરવી અમારા માટે આદર્શ નહોતું. અમને લાગે છે કે અમે તેમનાથી સારી ટીમ છીએ એટલે અમારે બીજી મેચમાં એ દેખાડવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp