શું છૂટાછેડા બાદ શિખર ધવનને મળશે પોતાના ઓસ્ટ્રેલિયન નાગરિક દીકરાની કસ્ટડી?

PC: circleofcricket.com

મોટા ભાગે છૂટાછેડા વચ્ચે બાળકોની લેવડ-દેવડ સિવાય જે સૌથી મોટો મુદ્દો છે તો તે છે બાળકોની કસ્ટડીનો. ભારતની કોર્ટોમાં એવા લાખો કેસ સતત ચાલતા રહે છે. માતા-પિતા બંને જ જોર લગાવે છે કે સંતાનની દેખરેખની જવાબદારી તેને મળી જાય, પરંતુ કોર્ટ તેના માટે ઘણા બધા પહેલું જુએ છે. સાથે જ કો કેસ ક્રોસ બોર્ડર સંબંધનો હોય તો ગુંચવણ હજુ વધી જાય છે.

કયો કાયદો લાગૂ થાય છે?

કડકડડૂમા કોર્ટ, દિલ્હીના સીનિયર એડવોકેટ મનીષ ભદૌરિયા કહે છે કે, બાળકની કસ્ટડી પેરેન્ટસની ઈચ્છા પર મળતી નથી, પરંતુ કોર્ટ એ જુએ છે કે તે કોની સાથે સુરક્ષિત અને ખુશ હશે. તેના માટે ભારતીય કાયદામાં ગાર્જિયનશીપ એન્ડ વોર્ડ એક્ટ 1980નું સેક્શન 7 લાગૂ થાય છે. મોટા ભાગે કસ્ટડીના કેસ પણ ખૂબ લાંબા ખેચાય છે. એવી સ્થિતિને જોતા કોર્ટ બાળકને તેની પાસે જ રહેવા દે છે, જેની પાસે તે અગાઉથી છે. પરંતુ શરત સાથે કે તેની પાસે પાળવા માટે સારી સુવિધાઓ હોય.

કયા આધારે થાય છે નિર્ણય?

દીકરો જો 5 વર્ષ અને દીકરીની ઉંમર 7 વર્ષ હોય તો સામાન્ય રીતે કસ્ટડી માતાના હક્કમાં જાય છે, પરંતુ કેટલાક કેસોમાં નિર્ણય તેનાથી અલગ પણ થઈ શકે છે. એવું ત્યારે થાય છે, જ્યારે પેરેન્ટ્સમાંથી કોઈ એક સાબિત કરી દે કે કસ્ટડીની માગ કરી રહેલ વાલી બાળકનું પાલન-પોષણ સારી રીતે નહીં કરી શકે. જો વાલી એવી નોકરીમાં છે, જ્યાં તે સતત ફરતો રહેતો હોય અને બાળક માટે તેની પાસે જરાય સમય ન હોય કે પછી તે બાળક સાથે પહેલા ક્રૂરતા કરી ચૂક્યો હોય તો કોર્ટ નિર્ણય એ મુજબ કરશે.

મોટાભાગે ટીવી કે ફિલ્મોમાં જોવા મળે છે કે કોર્ટ બાળકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરે છે. એ સાચું છે, પરંતુ જજ બધા સામે બાળક સાથે વાત કરતા નથી, પરંતુ તેને ચેમ્બરમાં લઈ જઈને વાત કરવામાં આવે છે. એ સામાન્ય વાત હોય છે, જેથી બાળકો ડરે નહીં અને ખૂલીને બધુ બોલી શકે. જો બાળક માતા કે પિતામાંથી કોઈ એક સાથે રહેવાની વાત કરે છે તો આપણ એમ થતું નથી કે કોર્ટ તેની વાત માનશે, પરંતુ તેઓ બધા ગ્રાઉન્ડ્સ જોઈને જ કંઇક નક્કી કરે છે.

માતા-પિતાએ બતાવવાનું હોય છે કે તેમની પાસે બાળકો માટે પૈસા છે, સમય છે અને તેને નૈતિક રૂપે મજબૂત બનાવવાની પણ ઈચ્છા છે. જો પરેન્ટ્સમાંથી કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડનું હોય કે પછી તેની માનસિક સ્થિતિ સારી ન હોય ત્યારે કોર્ટ બીજાના પક્ષમાં નિર્ણય આપે છે. કેટલીક વખત દાદા-દાદી કે નાના-નાની પણ કસ્ટડી માટે કેસ દાખલ કરે છે. તેમને મળવાની મંજૂરી આપવામાં આવે છે.

ભારતમાં ચાઇલ્ડ કસ્ટડીની મુખ્ય 3 રીત છે:

ફિઝિકલ કસ્ટડી હેઠળ કોઈ એક વ્યક્તિને બાળકના ઘર અને સુરક્ષા આપવાની જવાબદારી મળે છે, જ્યારે બીજો તેનાથી નક્કી સમય બાદ મળી શકે છે.

જોઇન્ટ કસ્ટડીમાં બંને માતા-પિતા પાસે બાળક થોડા થોડા સમય માટે રહે છે.

લીગલ કસ્ટડી એક પ્રકારની સ્પેશિયલ ગાર્જિયનશીપ હોય છે જેમાં જૈવિક માતા-પિતા સિવાય કોઈને બાળકની દેખરેખની જવાબદારી મળે છે.

શું થાય છે જ્યારે બાળકનો જન્મ વિદેશમાં થયો હોય?

જો માતા-પિતા ભારતીય હોય અને બન્નેમાંથી કોઈ એકે ભારતની કોર્ટમાં પિટિશન લગાવી દીધી તો કાયદો અહીંનો લાગૂ થાય છે. એવી સ્થિતિમાં કોર્ટ નોટિસ મોકલે છે અને બીજી પાર્ટીએ ભારત આવીને કોર્ટમાં પોતાની ઉપસ્થિતિ દેખાડવાની હોય છે. ત્યારબાદ બાકી પ્રોસેસ કસ્ટડીના સામાન્ય કેસની જેમ થાય છે.

હેગ કન્વેન્શન પણ આ બાબતે વાત કરે છે:

જો એવા કેસ ઘણી વખત ખૂબ ગુંચવણભર્યા હોય શકે છે. જેમ દરેક દેશમાં ચાઇલ્ડ કસ્ટડીના પોતાના નિયમ હોય છે. એવામાં બાળક પાસે જો વિદેશી નાગરિકતા હોય તો તે દેશ કેટલીક વાતો પર અડી પણ શકે છે. એ જ અડચણોને જોતા કન્વેન્શન 1980 બન્યો હતો. એ હેઠળ કેટલાક કોમન લૉ હોય છે, જે કેસને સરળ બનાવી દે છે. જ્યાં સુધી શિખર ધવનનો કેસ છે એ સ્પષ્ટ નથી કે તેણે કોર્ટમાં દીકરાની કસ્ટડી માટે અરજી કરી છે કે નહીં. હાલમાં કોર્ટે તેને ઓસ્ટ્રેલિયા કે ભારતમાં પોતાના બાળક સાથે મળવા અને વીડિયો કોલ પર વાત કરવાની મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp