ભારતીય ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં કેમ હારી? શિખર ધવને 3 મહિના બાદ જણાવ્યું કારણ

PC: timesbull.com

ભારતીય ટીમનો ઓપનર બેટ્સમેન શિખર ધવન હાલમાં ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. એક સમયે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ઇનિંગની શરૂઆત કરનાર બેટ્સમેનોને આજે ટીમમાં જગ્યા મેળવવા માટે મહેનત કરવી પડે છે. એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમમાં તેણે ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેનો આગામી પ્લાન શું છે અને તેણે ભારતીય ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો લઈને પણ મોટો ખુલાસો કર્યો.

ભારતીય ટીમના આ બેટ્સમેને ટીમમાં વાપસી માટે IPLને લક્ષ્ય બનાવી રાખી છે. તેણે જણાવ્યું કે આ વખતના ટૂર્નામેન્ટમાં તેનું લક્ષ્ય ટીમને ચેમ્પિયન બનાવવાનું છે. તે પંજાબ કિંગ્સ (PBKS)ની કેપ્ટન્સી કરતો ટ્રોફી જીતાડવા માગે છે. શિખર ધવને કહ્યું કે તેના મનમાં કોઈ નેગેટિવ વાતો નથી ચાલતી. તે માત્ર પોતાનું કામ કરતો રહેવા માગે છે.

ભારતીય ટીમને ICC વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારથી શિખર ધવનનું પણ દિલ તૂટ્યું હતું. તેણે જણાવ્યું કે, કેવી રીતે તે એ વાત પર વિશ્વાસ કરી શકતો નહોતો કે ભારતીય ટીમ ફાઇનલ હારી ગઈ. ભારતીય ટીમે જે પ્રકારની રમત વર્લ્ડ કપમાં દેખાડી હતી. તેને જોઈને એ માનવું મુશ્કેલ હતું કે ભારતીય ટીમ હારી જશે. ફાઇનલ મેચમાં પીચ થોડી સ્લો હતી. મેચ બનાવવી ખૂબ જ વધારે મુશ્કેલ હતી. જે પ્રકારે પીચ રમી, તેના કારણે ભારતીય ટીમ માટે મેચ મુશ્કેલ થઈ ગઈ.

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. હાલમાં સીરિઝ 1-1થી બરાબરી પર છે. અત્યારે 3 મેચ બાકી છે. આ ત્રણેય મેચો માટે ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સંભાવના છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત જલદી જ થઈ શકે છે. આ દરમિયાન શિખર ધવન પણ ભારતની જર્સીમાં નજરે પડી શકે છે. તેની લગભગ 6 વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp