સૌથી ફાસ્ટ બૉલ ફેકવાનો વર્લ્ડ રેકોર્ડ કોણ તોડી શકશે? શોએબ અખ્તરે આપ્યો જવાબ
વિશ્વ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બૉલ ફેકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે. શોએબ અખ્તરે વર્ષ 2003માં 161.3 કિમી પ્રતિ કલાકની ગતિથી બૉલ ફેકીને દુનિયાને ચોંકાવી દીધી હતી. અખ્તરે વર્ષ 2003માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 161.3 કમી પ્રતિ કલાક (100.2 માઇલ પ્રતિ કલાક)ની ગતિથી બૉલ ફેક્યો હતો. આ રેકોર્ડને અત્યાર સુધી કોઇ બોલર તોડી શક્યો નથી. જો કે, ઉમરાન માલિક અને મયંક યાદવે પોતાની ફાસ્ટ બોલિંગથી વિશ્વ ક્રિકેટમાં હાહાકાર મચાવી દીધો હતો અને આશા પણ જગાવી છે કે આ બંને બોલરોમાંથી કોઇ એક શોએબ અખ્તરના રેકોર્ડને તોડી શકશે. આમ આ આશા અત્યારે પણ જીવંત છે.
તો હવે શોએબ અખ્તરે પતાના આ રેકોર્ડ બાબતે વાત કરી છે. તેણે એક સ્પોર્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે, વિશ્વ ક્રિકેટમાં કોઇ એવો બોલર છે જે તમારો સૌથી ફાસ્ટ બૉલ ફેંકવાનો રેકોર્ડ તોડી શકે છે? આ સવાલ પર શોએબ અખ્તરે એક શબ્દમાં પ્રતિક્રિયા આપીને જવાબ આપ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. શોએબ અખ્તરે સીધી રીતે કહ્યું કે, કોઇ નહીં. ઉલ્લેખનીય છે કે મયંક યાદવ ક્રિકેટ ઇતિહાસમાં 155 કિમી પ્રતિ કલાક કરતા વધુની ગતિથી બૉલ ફેંકનારો પહેલો ભારતીય બોલર છે.
તેણે આ આંકડો એક વખત નહીં, પરંતુ 2 વખત પાર કર્યો. એટલું જ નહીં ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024માં સૌથી ફાસ્ટ બૉલ ફેકનારો બોલર પણ હતો. મયંક યાદવને ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર માનવામાં આવી રહ્યો છે, પરંતુ તેને અત્યાર સુધી ભારતીય ટીમમાં રમવાનો અવસર મળ્યો નથી. બીજી તરફ ઉમરાન મલિકે IPLમાં પોતાની શરૂઆત શાનદાર કરી હતી, પરંતુ યોગ્ય લેન્થ ન રાખી શકવાના કારણે તેને ફરી વધારે ચાંસ ન મળી શક્યા.
ઉમરાન મલિકને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ બોલિંગમાં નિયંત્રણ ન રાખી શકવાના કારણે તેને ટીમમાંથી બહાર કરવો પડ્યો હતો. ઉમરાન મલિકે IPLમાં 157 કિમી પ્રતિ કલાકની ગતિથી બૉલ ફેક્યો હતો, જે IPLમાં કોઇ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ફેકાયેલો સૌથી ફાસ્ટ બોલર છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં બંને બોલર વિશ્વ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી શકે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp