શોએબ અખ્તર હાલમાં રમતા આ 3 બેટ્સમેનને આઉટ કરવા માગે છે
પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ફરી એક વખત લાઇમલાઇટમાં છે. શોએબ અખ્તરે વર્તમાન ક્રિકેટના 3 એવા બેટ્સમેનોના નામ લીધા છે જેને તે બોલિંગ કરીને આઉટ કરવા માગે છે. શોએબ અખ્તરે સ્પોર્ટ્સકીડા સાથે વાતચીત કરતા 3 બેટ્સમેનોના નામ બતાવ્યા છે. રાવલપિંડી એક્સપ્રેસ નામથી પ્રખ્યાત શોએબ અખ્તરે ચોંકાવતા ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ ન લીધું. શોએબ અખ્તરને જ્યારે સવાલ કરવામાં આવ્યો હતો કે, ‘તમે વર્તમાન ક્રિકેટના કયા 3 બેટ્સમેનોને આઉટ કરવા માગો છો?
આ સવાલ પર શોએબ અખ્તરે રીએક્ટ કરતા 3 નામ બતાવ્યા હતા. શોએબ અખ્તરે પહેલું નામ બેન સ્ટૉક્સનું લીધું હતું, તો તેણે બીજું નામ વિરાટ કોહલીનું લીધું હતું. ત્યારબાદ શોએબ અખ્તરે ત્રીજા નંબર પર બાબર આઝમનું નામ લીધું હતું. શોએબ અખ્તરે પોતાના દ્વારા પસંદ કરાયેલા 3 બેટ્સમેનોમાં રોહિત શર્માનું નામ ન લીધું, જે ફેન્સને ચોંકાવી રહ્યું છે. એક પ્રકારે શોએબ અખ્તરે બેન સ્ટોક્સ અને બાબર આઝમને રોહિત શર્માથી મોટા બેટ્સમેન માન્યા છે. એ સિવાય શોએબ અખ્તરે વધુ એક મજેદાર સવાલનો જવાબ આપ્યો.
શોએબ અખ્તરને પૂછવામાં આવ્યું કે, શું ક્યારેય કોઈ તમારા દ્વારા ફેકવામાં આવેલા બૉલનો રેકોર્ડ તોડી શકશે? આ સવાલ પર જવાબ આપતા તેણે કહ્યું કે, કોઈ નહીં તોડી શકે. તો પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીમાંથી બેસ્ટ કેપ્ટનની પણ પસંદગી કરી. શોએબ અખ્તરે સમય બગાડ્યા વિના સૌરવ ગાંગુલીને આ બંનેથી સારા કેપ્ટન ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગાંગુલીએ ભારતીય ટીમની કેપ્ટન્સી એવા સમયે લીધી હતી, જ્યારે ભારતીય ટીમમાં મેચ ફિક્સિંગનો પ્રકોપ હતો. ગાંગુલીએ કેપ્ટન્સી લીધી અને પછી ટીમના ખેલાડીઓને એક સાથે લાવવાના શરૂ કરી દીધા હતા. ગાંગુલીએ પોતાના સમયમાં યુવરાજ સિંહ, વિરેન્દર સેહવાગ અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટરોને આગળ જઈને પરફોર્મન્સ કરવાનો અવસર આપ્યો હતો, જેના કારણે આજે આ ક્રિકેટરોની ગણતરી વિશ્વ ક્રિકેટના સૌથી દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે.
શોએબ અખ્તરે પોતાના કરિયરમાં 46 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 178 વિકેટ લીધી છે. તો વન-ડેમાં તેને 163 મેચમાં 247 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા હાંસલ કરી છે. એ સિવાય અખ્તરે 15 T20 ઇન્ટરનેશનલ મેચમાં 19 વિકેટ લીધી હતી. શોએબ અખ્તરને આજે પણ વિશ્વ ક્રિકેટનો સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp