અખ્તરે પોતાની નિવૃત્તિ માટે ભારતના આ બે ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા

PC: cricketaddictor.com

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને વિશ્વ ક્રિકેટનો સૌથી ખતરનાક બોલર માનવામાં આવતો હતો. અખ્તર પોતાની સ્પીડ અને આક્રમકતાથી બેટ્સમેનોને પ્રેશરમાં લાવતો હતો. સાથે જ ઘણીવાર પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને ઈંજર્ડ પણ કર્યા છે. અખ્તરે પોતાના કરિયરના દિવસોમાં ઘણાં ભારતીય બેટ્સમેનોને પણ ચકમો આપ્યો છે. હાલમાં જ તેણે ખુલાસો કર્યો કે કયા એ બે ભારતીય બેટ્સમેનો હતા, જે તેને આખો દિવસ થકવતા હતા અને તેણે એ બે ખેલાડીઓને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું એક કારણ પણ ગણાવ્યા.

46 વર્ષીય પાકિસ્તાની બોલરે હંમેશા સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ જેવા ભારતના દિગ્ગજ બેટ્સમેનોની પ્રશંસા કરી છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા અખ્તરે હાલમાં જ ખુલાસો કર્યો કે આ બંને ભારતીય મહાન ખેલાડીઓ તેનો ખૂબ સામનો કરતા હતા અને આ બાબત તેને નિરાશ કરતી હતી.

IPL 2022માં આજે રમાનારી કેકેઆર અને પંજાબ કિંગ્સની વચ્ચે થનારી મેચનો પ્રીવ્યૂ કરતા અખ્તરે કહ્યું કે, મારી નિવૃત્તિનું એક મોટું કારણ એ પણ હતું કે હવે હું જલદી નહોતો ઊઠી શકતો. હું પાછલા 25 વર્ષોથી સવારે 6 વાગ્યાથી જાગી રહ્યો હતો અને પછી સચિન તથા દ્રવિડ જેવા બેટ્સમેનો સામે બોલિંગ કરતો હતો. જેઓ મને આખો દિવસ થકવતા હતા. તો આ મારા રિટાયરમેન્ટનું એક મુખ્ય કારણ હતું કે બસ હવે સવારમાં વહેલું ઉઠાતું નથી.

હરભજન સિંહે હાલમાં અખ્તરનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે હું પાકિસ્તાન ટૂર પર ગયો હતો ત્યારે બધા ખેલાડીઓ બસ દ્વારા મેદાનમાં આવ્યા હતા. જોકે એક ખેલાડીએ જોન અબ્રાહમની જેમ લેધર જેકેટ અને હેલમેટ પહેરીને એન્ટ્રી કરી હતી. અમે લોકો હેરાન હતા કે કોઇ બાઈક પર સવાર થઇને મેદાને કઇ રીતે આવી શકે છે. પણ તેમણે જેવું હેલમેટ ઉતાર્યું તો અમને ખબર પડી કે તે શોએબ અખ્તર હતા. આખી ટીમ બસમાં આવી હતી પણ તેમણે તેમના અંદાજમાં એન્ટ્રી લીધી હતી.

હરભજન સિંહે આ વાત તેના 2004ના પાકિસ્તાન પ્રવાસને યાદ કરતા કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp