શોએબ અખ્તરે શેર કર્યો વીડિયો, બોલ્યો- પાકિસ્તાન માટે રમવાનું દુ:ખ...

PC: cricfit.com

પાકિસ્તાનનો દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના ધૂંટણના દુઃખવા નિવારક ઇન્જેક્શન લેતો નજરે પડી રહ્યો છે. શોએબ અખ્તર પોતાના રમતના દિવસોમાં સૌથી ફાસ્ટ બોલરોમાંથી એક હતો પરંતુ કેટલીક ઇજાના કારણે કરિયર નાનું થઈ હતું. તેને પ્રેમથી લોકો રાવલપિંડી એક્સપ્રેસના નામથી ઓળખવામાં આવે છે. કેમ કે તે પોતાની સ્પીડથી દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કરતો હતો.

શોએબ અખ્તરે એક વીડિયો અપલોડ કર્યો જ્યાં તેને ઇન્જેક્શન આપવામાં આવી રહી છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે આ એ દર્દ છે જે તેને પોતાના દેશ માટે ક્રિકેટ રમતી વખત થયો હતો. શોએબ અખ્તરે વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે પાકિસ્તાન માટે રમવા માટે મેં દર્દ સહ્યું છે પરંતુ જો વધુ એક ચાન્સ આપવામાં આવ્યો તો હું તેને ફરીથી કરીશ. જોકે મારા ઓપરેશનમાં બે મહિનાનો સમય છે એટલે મને તેનો સહારો લેવો પડી રહ્યો છે. થોડા વર્ષ પહેલા તેના ઘૂંટણની સર્જરી થઈ હતી અને હવે તે ફરી એક વખત સર્જરી માટે તૈયાર છે.

આ પહેલા ગત મહિને પૂર્વ ક્રિકેટરે ટ્વીટ કરીને પોતાની સર્જરી બાબતે જણાવ્યું હતું. શારીરિક ગતિવિધિ બાબતે એક સત્રમાં દેખાયા બાદ પોતાની તસવીર શેર કરીને પોતાની ફિટનેસ બાબતે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે મારા દોડવાના દિવસ સમાપ્ત થઈ ગયા છે કેમ કે હું ખૂબ જલદી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ઘૂંટણોનું રિપ્લેસમેન્ટ કરવા જઈ રહ્યો છું. હાલમાં શોએબ અખ્તર એ સમયે એક વિવાદમાં ફસાઈ ગયો હતો જ્યારે તેને એક ટી.વી. કાર્યક્રમથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

PTV પર શોના હોસ્ટ દ્વારા સેટ છોડવા માટે કહેવામાં આવ્યા બાદ ક્રિકેટર શોએબ અખ્તરે ક્રિકેટ વિશ્લેષકના રૂપમાં પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. 46 વર્ષીય શોએબ અખ્તરે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ 2021મા ન્યૂઝીલેન્ડ પર પાકિસ્તાનની 5 વિકેટે જીત બાદ શોમાં મેજબાન દ્વારા તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો અને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. 46 ટેસ્ટ અને 163 વન-ડે રમનારો શોએબ અખ્તર ત્યારબાદ લાઈવ શોમાંથી ઉઠ્યો અને માઇક્રોફોન હટાવીને જતો રહ્યો.

હોસ્ટ નોમાન નિયાજે તેને પરત બોલાવવાનો પ્રયત્ન પણ ન કર્યો અને કોઈ પ્રતિક્રિયા ન દેખાડી. ત્યારબાદ પણ તેણે શૉ ચાલુ રાખ્યો. ત્યારબાદ ચેનલે નિર્ણય લીધો કે તપાસ પૂરી થવા સુધી બંનેને તેમના દ્વારા પ્રસારિત કોઈ પણ કાર્યક્રમમાં હિસ્સો ન લેવા દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp