શોએબ મલિકના મતે બાબરે કેપ્ટનશીપમાંથી હટી જવું જોઈએ, કારણ પણ આપ્યું
શોએબ મલિક પાકિસ્તાન માટે હાલના સમયમાં માત્ર T20 ફોર્મેટમાં જ સક્રિય છે. તેણે ટેસ્ટ અને વન-ડે ફોર્મેટમાં પહેલા જ સંન્યાસ લઇ લીધો છે. તેણે એક ઇંન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હું પહેલા જ 2 ફોર્મેટમાં સંન્યાસની જાહેરાત કરી ચૂક્યો છું. હું લીગ ક્રિકેટ રમી રહ્યો છું અને પોતાના બચેલા સમયનો લુપ્ત ઉઠાવી રહ્યો છે. હાલમાં મને જ્યાં પણ રમવાનો અવસર મળે છે. હું આ અવસરનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરું છું. શોએબ મલિક સાથે જ્યારે T20 ક્રિકેટમાં સંન્યાસ બાબતે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે, તે જલદી જ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લેશે.
તેણે કહ્યું કે, મને રમવામાં હવે વધારે રસ નથી. જેમ કે મેં પોતાના પાછલા ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે કે હું ક્રિકેટના બધા ફોર્મેટોમાંથી જલદી જ હંમેશાં માટે સંન્યાસ લઇ લઇશ. એટલું જ નહીં ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે બાબર આઝમની કેપ્ટન્સી પર પણ ખાસ વાતચીત કરી. તેનું માનવું છે કે બાબરે કેપ્ટન્સી પદ પરથી હટી જવું જોઇએ અને પોતાની બેટિંગ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. શોએબ મલિક મુજબ, કેપ્ટન્સીનો ભાર હટ્યા બાદ બાબર વધુ સારી રીતે પ્રદર્શન કરી શકશે.
તો શોએબ મલિકે ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવાનું નિમંત્રણ આપ્યું છે. મલિકનું માનવું છે કે રાજનીતિને રમતથી અલગ રાખવી જોઇએ અને તેણે આ મુદ્દા પર ભાર આપતા સલાહ આપી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ દ્વિપક્ષીય મુદ્દાને લઇને તેમના ક્રિકેટ સંબંધી કાર્યક્રમોથી અલગ રીતે ઉકેલવા જોઇએ. તેણે કહ્યું કે, ગયા વર્ષે પાકિસ્તાની ટીમ ભારત ગઇ હતી હવે ભારતીય ટીમ માટે સારો અવસર છે. મને લાગે છે કે ભારતીય ટીમમાંથી ઘણા એવા ખેલાડી છે જે પાકિસ્તાનમાં રમ્યા નથી એટલે આ તેમના માટે સારો અવસર છે. આપણે ખૂબ સારા અને ખૂબ મહેમાનનવાજ લોકો છીએ એટલે મને લાગે છે કે ભારતીય ટીમે જરૂર આવવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, શોએબ મલિકે પાકિસ્તાન માટે વર્ષ 1999માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદથી તે ગ્રીન ટીમ માટે 35 ટેસ્ટ, 287 વન-ડે અને 124 T20 મેચ રમ્યો છે. શોએબ મલિકના નામે ત્રણેય ફોર્મેટમાં મળીને 11000 કરતા વધુ રન છે. તો બોલિંગ દરમિયાન તેણે કુલ 218 વિકેટ લીધી છે. લીગ ક્રિકેટમાં 13360 રન સાથે સર્વોચ્ચ રન બનાવવાના મામલે તે દુનિયાનો બીજો બેટ્સમેન છે. પહેલા નંબર પર વેસ્ટ ઇન્ડીઝનો બેટ્સમેન ક્રિસ ગેલ (14562 રન)નું નામ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp