‘હાર્દિક 18 કરોડ ડિઝર્વ નથી કરતો..’, SRH પૂર્વ હેડ કોચે ટોમ મૂડીએ જણાવ્યું કારણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ IPL 2025ના મેગા ઓક્શન અગાઉ એ વાતની જાહેરાત કરી છે કે ફ્રેન્ચાઇઝી 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં RTM કાર્ડ સામેલ છે. IPLની 18 મી સીઝનના મેગા ઓક્શન અગાઉ જો કોઇ ટીમ કોઇ ખેલાડીને રિટેન કરવા માગે છે તો તેઆ માટે ટીમે 2 ખેલાડીઓને 18-18 કરોડ રૂપિયા, 2 ખેલાડીઓને 14-14 કરોડ રૂપિયા અને એક ખેલાડીને 11 કરોડ રૂપિયા આપવા પડશે. જો કોઇ અનકેપ્ડ ખેલાડીને રિટેન કરવામાં આવે છે તો તેને 4 કરોડ રૂપિયા આપવા પડશે. આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના પૂર્વ હેડ કોચ ટોમ મૂડીએ હેરાન કરી દેનારું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે મુંબઇ ઇન્ડિયન્સ (MI)નો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 18 કરોડ રૂપિયા ડિઝર્વ કરતો નથી. ESPN ક્રિકઇન્ફોએ ટોમ મૂડીના સંદર્ભે કહ્યું કે, IPLની પાછલી સીઝનમાં જે પ્રકારે વસ્તુઓ થઇ, મને લાગે છે કે તે (રોહિત શર્મા) છેલ્લા 6-12 મહિનાઓમાં જે કંઇ થયું, તેનાથી થોડો નિરાશ હશે. હું જસપ્રીત બૂમારહ અને સૂર્યકુમાર યાદવને 18 કરોડ રૂપિયા પર અને હાર્દિકને 14 કરોડ રૂપિયા પર રાખીશ. (રીલિઝ કરવો) તેમના પર નિર્ભર છે કે તમે તેને તેના પ્રદર્શન, ફોર્મ અને ફિટનેસના આધાર પર માની શકો છો અને જ્યારે તમે હાર્દિક પંડ્યાના એ બધા ક્ષેત્રોનું વિશ્લેષણ કરો છો તો શું તે 18 કરોડનો ખેલાડી બનવા લાયક છે?
ટોમ મૂડીએ કહ્યું કે શું તે ડિઝર્વ કરે છે? જો તમારે 18 કરોડના ખેલાડી બનવું હોય તો તમારે એક વાસ્તવિક મેચ વિજેતા બનવું પડશે અને એમ નિયમિત રૂપે કરવું પડશે. હાર્દિક પંડ્યા IPLની પાછલી સીઝનમાં પોતાના ટ્રાયલ્સ અને કલેશો દરમિયાન ફિટનેસ અને પ્રદર્શન બંનેથી ઝઝૂમી રહ્યો હતો. તિલક વર્મા બિલકુલ ત્યાં હોય શકે છે. IPL 2016 જીતનાર ટીમના હેડ કોચે વધુમાં જણાવ્યું કે, છેલ્લી કેટલીક સીઝનોમાં મુંબઇ ઇન્ડિયન્સે કયા પ્રકારની રણનીતિ અપનાવી છે, જેના કારણે મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે.
તેમણે પોતાની વાત સાચી સાબિત કરવા માટે ઇશાન કિશન અને જોફ્રા આર્ચરનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓક્શનમાં તેમને થોડી પરેશાની થઇ છે. તેઓ કેટલીક બાબતે ખૂબ વધારે વફાદારીમાં ફસાઇ ગયા અને ખેલાડીઓને બનાવી રાખવા કે પોતાની ટીમમાં પરત લાવવા માટે પ્રયાસ કર્યા, જેની તેમને ભારે કિંમત ચૂકવવી પડી. તેના શાનદાર ઉદાહરણ ઇશાન કિશન અને જોફ્રા આર્ચર છે. બંનેને ભારે કિંમત પર ખરીદવામાં આવ્યા હતા. શું તેમને તેનો ફાયદો મળ્યો?
ટોમ મૂડીએ કહ્યું કે, હું ઇશાન કિશનને જોઉ છું અને વિચારું છું.., જુઓ તે એક શાનદાર ખેલાડી છે અને એક્સાઇટિંગ છે, પરંતુ ખૂબ વધારે તેજીથી સતત રન બનાવી રહ્યો છે. તેણે પોતાના બેટથી કેટલી મેચ જીતાડી? આ એક એવો સવાલ છે જે તમારે પોતાની જાતને પુછવો જોઇએ. જો તમે તેને રિટેન્શન માટે લગભગ 14 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રહ્યા છો તો તમારે તેના પ્રદર્શનને જોવુ પડશે. તેમણે કેટલાક કઠોર નિર્ણય લેવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp