જાણો, બેટિંગમાં એકબીજાની કઈ સ્કિલ લેવા માગે છે રાહુલ-શ્રેયસ

PC: cricketaddictor.com

ભારતીય ટીમના બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરે રાષ્ટ્રીય ટીમોમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. બંને ખેલાડીઓને રમતા જોવા ખૂબ રોમાંચકારી હોય છે. કેએલ રાહુલ જ્યાં ક્લાસિક અંદાજમાં બેટિંગ કરે છે તો શ્રેયસ ઐય્યર પોતાની આક્રામકતા અને ફાસ્ટ બેટિંગ માટે જાણીતો છે. હવે કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરે એકબીજાના વખાણ કર્યા છે. કેએલ રાહુલ જ્યાં શ્રેયસ ઐય્યરની સ્પિન બોલર્સ વિરુદ્ધ રમવાની શૈલીથી પ્રભાવિત દેખાયો તો ફાસ્ટ બોલરો વિરુદ્ધ કેએલ રાહુલના ફ્લિક શોટ્સના શ્રેયસ ઐય્યરે વખાણ કર્યા.

બંને ખેલાડી એકબીજાથી એ બેટિંગ સ્કિલ ઉધાર લેવા માગે છે. કેએલ રાહુલે ક્લબ હાઉસ પર રેડ બૂલ ક્રિકેટ રૂમ શૉમાં કહ્યું કે, શ્રેયસ ઐય્યર વાસ્તવમાં સ્પિનનો સારો ખેલાડી છે. તે એ ખેલાડીઓમાંથી એક છે જે વધારે સ્ટેપ આઉટ કરતો નથી. તે લાંબા કદનો છે એટલે તેની લાંબી પહોંચ છે. તે માત્ર ઊભો રહે છે અને બોલને મેદાન બહાર મારે છે. તે વાસ્તવમાં સ્પિનર્સને દબાવમાં રાખે છે. જ્યારે તે IPLમાં અમારી ટીમ વિરુદ્ધ રમે છે તો મને તેનાથી ડર લાગે છે.

શ્રેયસ ઐય્યરે કેએલ રાહુલને લઈને કહ્યું કે તેમની પાસે ઘણા શૉટ છે. ફાસ્ટ બોલરો વિરુદ્ધ ફ્લિક શોર્ટ રમે છે જે સરળતાથી સ્ટેન્ડ્સમાં જતા રહે છે. જ્યારે મેં તેને પહેલીવાર જોયા તો હું દંગ રહી ગયો. શ્રેયસ ઐય્યરે પોતાના પસંદગીના ડેસ્ટિનેશન બાબતે પણ વાત કરી. તેણે કહ્યું કે, મહામારી પહેલા મને વાસ્તવમાં વિદેશ પ્રવાસ ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવામાં ખૂબ મજા આવતી હતી. ત્યાં સંસ્કૃતિ દરેક દ્વીપ પર ખૂબ અલગ છે. એન્ટીગા અને ત્રિનિદાદ અને ટોબેગો વાસ્તવમાં ખાસ છે. હું ત્યાં એક મહિના માટે હતો.

તેમની પાસે અદ્દભુત સમુદ્ર કિનારો, સુંદર પર્વતો છે. સ્ટેડિયમમાં લોકોનો સપોર્ટ ખૂબ શાનદાર રહે છે. એવામાં ત્યાં ક્રિકેટ રમવું તહેવાર મનાવવા સમાન છે. શ્રેયસ ઐય્યરે જણાવ્યું કે, એ સિવાય જ્યારે અમે ઓસ્ટ્રેલિયામાં હતા તો અમે કેફે કલ્ચરનો આનંદ લેતા હતા. એક ખેલાડીના રૂપમાં તમારે ક્યારેક ક્યારેક સંપૂર્ણ રીતે સ્વિચ ઓફ કરવાની આવશ્યકતા હોય છે. જ્યારે અમે બહાર હોઈએ છીએ તો અમે લંચ અને ડિનર માટે જવાનો પ્રયત્ન કરીએ છીએ. કેએલ રાહુલ અને હું ઘણી વખત જઈ ચૂક્યા છીએ. છેલ્લાં 2 વર્ષ વાસ્તવમાં મુશ્કેલ રહ્યા અને કેએલ તેનો સાક્ષી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp