ભારતને મોટો ઝટકો? કોહલી-રાહુલ-જાડેજા બાદ આ ખેલાડી સીરિઝથી બહાર થવાનો ખતરો

PC: BCCI

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગતો નજરે પડી રહ્યો છે. કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાની ઇજા થવાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાનું નુકસાન ઝીલી રહી છે. ભારતીય ટીમને શ્રેયસ ઐય્યરના રૂપમાં વધુ એક ઝટકો લાગી શકે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐય્યર સીરિઝની અંતિમ 3 ટેસ્ટ મેચોથી બહાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યરે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં જકડાશ અને ગ્રોઇન ઇજાની ફરિયાદ કરી છે, ત્યારબાદ ન માત્ર ત્રીજી ટેસ્ટ, પરંતુ આખી સીરિઝથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વાઈજેક (વિશાખાપટ્ટનમ)માં બીજી ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમના બધા ખેલાડીઓની પ્લેઇંગ કીટ રાજકોટ પહોંચાડી દેવામાં આવી છે, પરંતુ શ્રેયસ ઐય્યરની કીટ રાજકોટ પહોંચી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તેની કીટ મુંબઇમાં તેના ઘરે મોકલી દેવામાં આવી છે. શ્રેયસ ઐય્યરની ઇજાના કારણે આગામી 3 ટેસ્ટ માટે ટીમની જાહેરાત ટળી રહી હતી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુક્રવારે ટીમની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, કહેવામાં આવ્યું છે કે શ્રેયસ ઐય્યરને NCPમાં મોકલવાની તૈયારી છે.

આ ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ શકે છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. શ્રેયસ ઐય્યર જો સીરિઝથી બહાર થાય છે તો સિલેક્ટર્સે તેનું રિપ્લેસમેન્ટ શોધવું પડશે.

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન હોવાથી ભારતીય ટીમ નબળી નજરે પડી રહી છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp